આ દરમિયાન વોટ્સએપે ન્યુ પોલીસી વિશે સ્પષ્ટતા કરી છે. કંપનીએ કહ્યું છે કે, નવી પોલિસી સામાન્ય યુઝર્સને અસર નહી કરે. જો કે, તે બિઝનેસ એકાઉન્ટન્ટ યુઝર્સેને આ પોલીસી વધુ અસર કરશે.
ક્યા યુઝર્સને અસર કરશે?
બિઝનેસ અકાઉન્ટને લઇને વ્હોટસએપની ન્યૂ પોલિસીમાં શું છે તે જાણવું પણ જરૂરી છે. કારણ કે આપ વ્હોટસએપ બિઝનેસ યુઝ ન કરતા હો છતાં પણ કોઇ પ્રોડક્ટની ખરીદી માટે કોઇ વેપારીને વ્હોટસએપ બિઝનેસ અકાઉન્ટ પર મેસેજ કરો તો આ મેસેજ પર વ્હોટસઅપની નજર રહેશે.
વ્હોટસએપે તેમના FAQ પેઝને કર્યુ અપડેટ
વ્હોટસએપે તેમના FAQ પેઝને આજે જ અપડેટ કર્યું છે. આ પેઝ અપડેટ કરતા કંપનીએ જણાવ્યું છે કે, કે દરરોજ દુનિયાભરના લાખો લોકો તેમના ગ્રાહકો સાથે વ્હોટસએપ પર વાત કરે છે.
કંપનીએ જણાવ્યું કે, કે વ્હોટ્સએપ બિઝનેસ તેને વધુ સરળ બનાવે છે. બિઝનેસ કમ્યુનિકેશન યુઝ મુદ્દે ફેસબુકે પણ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, તેના પર તે દરેક મુદ્દે સ્પષ્ટ રહેશે.