કોર્ટમાં શું થયું ?
આંદોલનકારીઓનું સમર્થન કરનાર વકીલ વિકાસ સિંહે જણાવ્યું કે, લોકોને રામલીલા મેદાનમાં જગ્યા મળવી જોઇએ. જ્યાં પ્રેસ અને મીડિયા પણ તેને જોઇ શકે, જો કે પ્રસાશન તેને દૂર જગ્યા આપવા માંગે છે. આ મુદે જસ્ટીસે જણાવ્યું કે રેલી માટે પ્રસાશનને અરજી આપવાની હોય છે. પોલીસ શરતો મૂકે છે અને પાલન ન થવાથી મંજૂરી રદ પણ થઇ શકે છે. જસ્ટીસે કોર્ટમાં પૂછ્યું હતું કે, શું આ મુદ્દે કોઇ અરજી અપાઇ હતી. જો કે વકીલ વિકાસ સિંહને આ મુદ્દે કોઇ જાણકારી ન હતી.
સુનાવણી દરમિયાન હરિશ સાલ્વેએ જણાવ્યું કે, આંદોલનમાં વૈંકૂવર સંગઠન સીખ ફોર જસ્ટિસના બેનર પણ દેખાય છે. જે અલગતાવાદી સંગઠન છે. જે અલગ ખાલિસ્તાન ઇચ્છે છે. આ મુદ્દે સીજેઆઇએ પૂછ્યું કે, શું તેને કોઇએ રેકોર્ડ કરી રાખ્યું છે. તો સોલિસીટરે જણાવ્યું કે, એક અરજીમાં ઉલ્લેખ છે. કોર્ટની કાર્યવાહીથી એ સંકેત ન જવો જોઇએ કે, ખોટા લોકોનું સમર્થન થઇ રહ્યું છે. સીજેઆઇએ કર્યું, અમે માત્ર સકારાત્મકતાનું જ સમર્થન કરીએ છીએ.
ભારતીય કિસાન યૂનિયનના વકીલે જણાવ્યું કે, વૃદ્ધો, બાળકો અને મહિલાઓ આંદોલનમાં ભાગ નહીં લે, જેના જવાબમાં ચીફ જસ્ટિસે કહ્યું કે,. અમે તમારા નિવેદનને રેકોર્ટ પર લઇ રહ્યાં છીએ. ખેડૂત સંગઠનના વકીલ દુષ્યંત દવે, ભૂષણ, ગોંજાલિવ્સિ સ્ક્રિન પર જોવા નથી મળતા. કાલે દવેએ જણાવ્યું હતું કે, સુનાવણી મુલતવી રાખવામાં આવે અને તે ખેડૂત સાથે વાત કરશે. જો કે ત્યારબાદ હરિશ સાલ્વેએ કહ્યું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે.લોકો સમાધાન નથી ઇચ્છતા. આ માટે કમિટી બનાવી દેવામાં આવે. જે લોકો સમાધાન ઇચ્છે છે કમિટી સાથે વાતચીત કરશે.