Apple Event 2024 Live Streaming: હવે Appleની નવી iPhone 16 સીરીઝ (iPhone 16 સીરીઝ લૉન્ચની તારીખ અને સમય) માટે લોકોની રાહનો અંત આવવાનો છે. આ સીરીઝ 9 સપ્ટેમ્બરે લૉન્ચ થશે. Appleએ આ ઇવેન્ટને It's Glowtime નામ આપ્યું છે. ટેક જાયન્ટ Appleની iPhone 16 સીરીઝમાં ચાર મૉડલ લૉન્ચ કરશેઃ iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro અને iPhone 16 Pro Max. આ સિવાય AirPods 4 અને Watch Series 10 પણ લૉન્ચ થવાની આશા છે.


Apple iPhone 16 Launch Event: ક્યારે ને કઇ રીતે જોશો લાઇવ ?
iPhone 16 સીરીઝની લૉન્ચ ઇવેન્ટ ભારતીય સમય અનુસાર રાત્રે 10:30 વાગ્યે એપલ પાર્ક, ક્યૂપરટિનો, યુએસના સ્ટીવ જૉબ્સ થિયેટરમાં શરૂ થશે. ભારતમાં આ ઇવેન્ટને કંપનીની વેબસાઇટ, Apple TV અને YouTube પર લાઇવસ્ટ્રીમ જોઈ શકાય છે. Apple પહેલાથી જ તેની YouTube ચેનલ પર ઇવેન્ટ પ્લેસહૉલ્ડર શેર કરી ચૂક્યું છે.


Apple આ ઇવેન્ટમાં iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro અને iPhone 16 Pro Max લૉન્ચ કરશે. iPhone 16 સીરીઝના ટોપ મૉડલની કિંમત અંદાજે 2 લાખ રૂપિયા છે.


આઇફોન 16ની કેટલી હશે કિંમત 
iPhone 16 ની કિંમત વિશે હજી સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી, પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે અગાઉના મૉડલ્સ કરતા થોડો મોંઘો હોઈ શકે છે. આ હોવા છતાં આઇફોન યૂઝર્સ માટે આ એક મહત્વપૂર્ણ અપડેટ છે અને તેઓ તેના લૉન્ચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.


કેવા હશે ફિચર્સ 
Apple તેના iPhones માં લેટેસ્ટ સૉફ્ટવેર અપડેટ્સ પ્રદાન કરવા માટે જાણીતું છે. iPhone 16 માં નવી ઓપરેટિંગ સિસ્ટમ અને વધુ સારી સૉફ્ટવેર સુવિધાઓ પણ હોઈ શકે છે, જે યૂઝર્સને વધુ સરળ અને સાહજિક અનુભવ આપશે. આ સિવાય iPhone 16માં સિક્યૉરિટી ફિચર્સ પણ હોઈ શકે છે, જેથી યૂઝર્સના ડેટાને સુરક્ષિત કરી શકાય.


ડિઝાઇન અને ડિસ્પ્લેમાં દેખાશે ફેરફાર 
iPhone 16 ની ડિઝાઇનમાં પણ કેટલાક ફેરફારો જોવા મળી શકે છે. Apple તેના યૂઝર્સને પ્રીમિયમ અને લેટેસ્ટ ડિઝાઇન અનુભવ આપવા માટે દર વખતે નવી ડિઝાઇન લાવે છે. આ વખતે પણ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે iPhone 16માં મોટો અને સારો ડિસ્પ્લે હશે, જેમાં યૂઝર્સને શાનદાર વિઝ્યૂઅલ્સ મળશે. આ સાથે, આ ફોનમાં પાતળા બેઝલ્સ અને ઉચ્ચ સ્ક્રીન-ટૂ-બૉડી રેશિયો હોઈ શકે છે, જે તેના દેખાવને વધુ આકર્ષક બનાવશે.


આ પણ વાંચો


11 સપ્ટેમ્બરના આવશે 108MP કેમેરા અને AI ફીચર્સવાળો 5G ફોન, ઓછી હશે કિંમત