Realme Narzo N55: ચીની સ્માર્ટફોન મેકર કંપની Realmeએ ભારતમાં પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન Realme Narzo N55 લૉન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોન આજે એટલે કે 12મી એપ્રિલે લૉન્ચ કરવામાં આવ્યો હતો. આ લેટેલ્ટ અને હાઇટેક ફોનને કંપનીએ આજે બપોરે 12 વાગે એક વર્ચ્યૂઅલ ઈવેન્ટમાં લૉન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ સ્માર્ટફોનના બેસિક ફિચર્સની વાત કરીએ તો કંપનીએ સ્માર્ટફોનમાં 64 એમપીનો પ્રાઇમરી કેમેરો, 90Hz રિફ્રેશ રેટ અને 5000mAh બેટરી આપી છે. આ ફોનને આ ફેસિલીટી તેને ખાસ બનાવે છે.
Realme Narzo N55 કિંમત -
Realme Narzo N55ની શરૂઆતી કિંમત 10,999 રૂપિયા રાખવામાં આવી છે. આ સ્માર્ટફોન પ્રાઇમ બ્લૂ કલર અને પ્રાઇમ બ્લેક કલર ઓપ્શનમાં ખરીદી માટે અવેલેબલ છે. ઉલ્લેખનીય છે કે, આનું સેલિંગ 18 એપ્રિલે બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. આ ફોન એમેઝોન ઈન્ડિયાની વેબસાઈટ પર ઓનલાઈન અવેલેબલ રહેશે. કંપનીએ પણ ખુલાસો કર્યો છે કે આ સ્માર્ટફોન બે વેરિઅન્ટમાં માર્કેટમાં આવશે અને આના પર યૂઝર્સને 1,000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી શકે છે.
Realme Narzo N55ના સ્પેશિફિકેસન્સ -
Realme Narzo N55માં કંપનીએ 6.72-ઇંચ FHDની ડિસ્પ્લે આપી છે, જેમાં 90Hz રિફ્રેશ રેટ અને 680nits પીક બ્રાઇટનેસ છે. પ્રૉસેસરની વાત કરીએ, તો આ સ્માર્ટફોનમાં તમને MediaTek Helio G88 પ્રૉસેસર મળે છે, જેમાં 6GB સુધીની રેમ અને 128GB સુધીનું સ્ટૉરેજ મળે છે.
Realme Narzo N55નો કેમેરો -
આ સ્માર્ટફોનમાં તમને ડ્યૂલ કેમેરા સેટઅપ મળશે, જેમાં 64MPનો પ્રાઈમરી કેમેરો છે, આ ફોનમાં 16MPનો ફ્રન્ટ ફેસિંગ કેમેરા પણ છે. બેટરી વિશે વાત કરીએ તો, આ ફોનમાં 33W ફાસ્ટ ચાર્જિંગ સાથે 5000 mAh બેટરી છે. કંપનીનો દાવો છે કે, આ સેગમેન્ટમાં આ સ્માર્ટફોન અત્યાર સુધીનો સૌથી સસ્તો ફોન છે.