Vi-Jio-Airtelના આ છે સસ્તામાં સસ્તાં પ્લાન, 100 રૂપિયાથી ઓછામાં મળી રહી છે ઇન્ટરનેટ અને કૉલિંગની સુવિધા, જાણો પ્લાન.....

એરટેલ, વૉડાફોન-આઇડિયા અને જિઓ પોતાના ગ્રાહકોને સસ્તામાં સસ્તાં પ્લાન આપી રહ્યું છે. આમાં 100 રૂપિયા વાળા સૌથી બેસ્ટ અને ચિપેસ્ટ પ્લાન ઓફર્સ પણ સામેલ છે.

Continues below advertisement

નવી દિલ્હીઃ દેશની ત્રણ મોટી ટેલિકૉમ કંપનીઓ રિલાયન્સ જિઓ, એરટેલ અને વૉડાફોનમાં પોતાના યૂઝર્સને નવા અને સસ્તા પ્લાનની સાથે બેસ્ટ સર્વિસ આપવાનો જબરદસ્ત મુકાબલો જોવા મળે છે. આ ત્રણેય કંપનીઓ પોતાના યૂઝર્સની જરૂરિયાતોના હિસાબે પ્લાન લૉન્ચ કરે છે. જો તમે એવા પ્લાનની શોધ કરી રહ્યાં છો, જેની કિંમત 100 રૂપિયાથી ઓછી હોય અને સાથે ઇન્ટરનેટની સાથે કૉલિંગ માટે સારી એવી મિનીટ્સ મળતી હોય. તો આજે અમે તમને બતાવી રહ્યાં છીએ આવા પ્લાન વિશે...  

Continues below advertisement

Viના 100 રૂપિયાથી ઓછા વાળા રિચાર્જ પ્લાન-- 
વૉડાફોન-આઇડિયાની પાસે 100 રૂપિયાથી ઓછામાં કેટલાય પ્લાન છે. વૉડાફોનમાં કૉલિંગ અને ડેટા બેનિફિટ માટે 49 રૂપિયા અને 79 રૂપિયા વાળા પ્લાન અવેલેબલ છે. આના 49 રૂપિયા વાળા પ્લાનમાં યૂઝર્સને 28 દિવસો માટે 300 એમબી ડેટા આપવામાં આવી રહ્યો છે. સાથે જ 38 રૂપિયાનો ટૉક ટાઇમ પણ મળી રહ્યો છે. કૉલિંગ માટે તમારા પ્રતિ સેકન્ડ 2.5 પૈસા વસૂલાશે. વળી વીઆઇના 79 રૂપિયા વાળા પ્લાનમાં 64 દિવસો માટે 400 એમબી ડેટા અને 64 રૂપિયાનો જ ટૉકટાઇમ આપવામાં આવી રહ્યો છે. જો મોબાઇલ કે વેબ એપથી રિચાર્જ કરવામાં આવે તો યૂઝર્સને એક્સ્ટ્રા 200 એમબી ડેટા પણ આપવામાં આવશે. વળી વીઆઇના 99 રૂપિયા વાળા પ્લાનમાં 18 દિવસ માટે એક જીબી ડેટા, 100 એસએમએસ અને અનલિમીટેડ કૉલિંગ બેનિફિટ આપવામા આવી રહ્યો છે.

Jioના 100થી ઓછામાં પ્લાન- 
રિલાયન્સ જિઓ 100 કે તેનાથી ઓછામાં કેટલાય પ્લાન લૉન્ચ કરી રહ્યુ છે. આના 101 રૂપિયા 4જી ડેટા પેકમાં યૂઝર્સને કુલ 12 જીબી ડેટા અને નૉન જિઓ નેટવર્ક પર કૉલિંગ માટે 1,000 મિનીટ મળે છે. આમાં ઓછી કિંમત પર વધુ ડેટા અને અનલિમીટેડ કૉલ બેનિફિટ મળે છે. વળી, જિઓના 51 રૂપિયા વાળા પ્લાનમાં 6જીબી ડેટા અને જિઓથી જિઓ અન્ય નેટવર્ક્સ પર કૉલિંગ માટે 500 મિનીટ આપવામા આવી રહી છે. વળી, આના 21 રૂપિયા વાળા પ્લાનમાં બે જીબી ડેટા અને જિઓથી નૉન જિઓ નેટવર્ક પર કૉલિંગ માટે 200 મિનીટ મળી રહી છે. આ પ્લાનની વેલિડિટી તમારા હાલના પ્લાન સુધી રહેશે. વળી ,જિઓના  10 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં એક જીબી ડેટા મળે છે. સાથે જ 21 રૂપિયા વાળા પ્લાનમાં બે જીબી ડેટા મળી રહ્યો છે. આ ઉપરાંત જિઓના 51 રૂપિયા વાળા પ્લાનમાં છ જીબી ડેટા મળી રહ્યો છે. 

Airtelના 100 રૂપિયાથી ઓછા વાળા રિચાર્જ પ્લાન- 
એરટેલની પાસે હજુ 100 રૂપિયાથી ઓછામાં ચાર પ્લાન છે. આમાં 79 રૂપિયાના પ્લાનમાં 200 એમબી ડેટા અને 64 રૂપિયાનો ટૉકટાઇમ આપવામાં આવી રહ્યો છે. આ પ્લાન 28 દિવસો માટે વેલિડ રહેશે. આ ઉપરાંત 49 રૂપિયામાં 28 દિવસો માટે 100 એમબી ડેટા આપવામાં આવી રહ્યો છે. આમાં યૂઝર્સને 38.52 રૂપિયાનો ટૉકટાઇમ પણ મળી રહ્યો છે. વળી તમારે ફક્ત મોબાઇલ ડેટા જોઇએ તો તમે 19 રૂપિયાનો પ્લાન સિલેક્ટ કરી શકો છો. આમાં બે દિવસો માટે 200 એમબી ડેટા મળશે. 

Continues below advertisement
Sponsored Links by Taboola