iOS 18.1 Top Features: એપલ iPhoneમાં iOS 18.1 અપડેટ મળવાનું શરૂ થઈ ગયું છે. આ અપડેટ પછી એપલ ઈન્ટેલિજન્સ ફિચર્સનો લાભ લઈ શકાશે. અમેરિકન ટેક જાયન્ટે WDC 2024 ઇવેન્ટમાં iOS 18 ની કેટલીક સુવિધાઓનું અનાવરણ કર્યું હતું. Apple Intelligence એ કંપનીની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત સિસ્ટમ છે. તે તમામ પ્રકારના AI ફિચર્સને સપોર્ટ કરશે. જો કે, iOS 18.1 માં તમામ Apple ઇન્ટેલિજન્સ ફિચર્સ રિલીઝ કરવામાં આવ્યા નથી. આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે આ અપડેટમાં એપલ યૂઝર્સને ક્યા શાનદાર ફિચર્સ મળ્યા છે.


આ iPhones કરશે એપલ ઇન્ટેલિજન્સને સપોર્ટ 
Apple Intelligence સપૉર્ટ iPhone 15 અને iPhone 16 સીરીઝના મૉડલમાં ઉપલબ્ધ હશે. iOS 18.1 અપડેટ આ મૉડલ્સ માટે જ રિલીઝ કરવામાં આવ્યું છે. iPhone નો ઉપયોગ કરતી વખતે તમે Apple Intelligence ની મદદથી ઘણી વસ્તુઓ કરી શકશો.


સીરી થયુ પહેલા કરતાં વધુ એેપડેટ 
આઇઓએસ 18.1 માં સીરીને સુધારવામાં આવી છે. સીરી તમને પહેલા કરતા વધુ સારી રીતે મદદ કરી શકે છે. આ સિવાય તમે તેને પહેલા કરતા વધુ સારી રીતે કમાન્ડ આપી શકો છો.


Apple Ios 18.1 Update


ક્લીનઅપ ટૂલ - 
iOS 18.1 માં ક્લીન અપ ટૂલ પણ આપવામાં આવ્યું છે. આ મુજબ તમે તે વસ્તુઓને ઇમેજમાંથી દૂર કરી શકો છો જેને તમે દૂર કરવા માંગો છો. જનરેટિવ AIની મદદથી તમે ફોટામાંથી બિનજરૂરી તત્વોને સરળતાથી દૂર કરી શકો છો. આ ફિચર્સ હાલમાં અમેરિકામાં રિલીઝ થઈ રહ્યા છે. ભારતીય iPhone યૂઝર્સને Apple Intelligence ફિચર્સ માટે 2025ની શરૂઆત સુધી રાહ જોવી પડી શકે છે.


ફોટો એપ્લિકેશન - 
આ ફિચરની મદદથી તમે માત્ર ટેક્સ્ટ લખીને ફોટો જનરેટ કરી શકો છો. જો તમે મેમરી મિક્સમાંથી કંઈક બનાવી રહ્યા છો, તો આ સુવિધા આપમેળે ફોટો અને બેકગ્રાઉન્ડ મ્યૂઝિક પસંદ કરે છે.


કૉલ રેકોર્ડિંગની મળશે સુવિધા - 
કૉલ રેકોર્ડિંગને લઈને એપલ યૂઝર્સની રાહ પૂરી થઈ ગઈ છે. આ અપડેટ સાથે યૂઝર્સને હવે કૉલ રેકોર્ડિંગની સુવિધા મળશે. હવે તમે કોઈપણ કૉલને સરળતાથી રેકોર્ડ અને સેવ કરી શકો છો. આ ઉપરાંત તમને કૉલનું ટ્રાન્સક્રિપ્શન પણ મળશે, જેનો તમે સારાંશ આપી શકશો.


ફોટો અને વીડિયોને સર્ચ કરવું બન્યુ આસાન - 
હવે ગેલેરીમાં ફોટા અને વીડિયો સર્ચ કરવાનું સરળ બની ગયું છે. આ માટે યૂઝર્સે માત્ર નામથી તસવીરો અને વીડિયો સર્ચ કરવાના રહેશે, ત્યારબાદ આ વસ્તુઓ તેમની સામે રજૂ કરવામાં આવશે.


મેઇલની મળશે સમરી - 
હવે તમે તમારા જરૂરી મેઇલનો સારાંશ સરળતાથી વાંચી શકો છો. આ ફિચરની ખાસ વાત એ છે કે તેની મદદથી તમારો મહત્વપૂર્ણ મેઈલ મિસ નહીં થાય.


આ ડિવાઇસમાં મળશે સપોર્ટ - 


iPad યૂઝર્સ 
iPad Air (M1 and later)
iPad Pro (M1 and later)
iPad Mini
iPad (M1 and later)


iPhone યૂઝર્સ 
iPhone 15 Pro
iPhone 16
iPhone 15 Pro Max
iPhone 16 Plus
iPhone 16 Pro
iPhone 16 Pro Max


Mac યૂઝર્સ 
Mac (M-series)


iOS 18.1 અપડેટ કઇ રીતે કરશો ડાઉનલૉડ 


આ નવા અપડેટને ડાઉનલૉડ કરવું પણ આસાન છે 
સૌ પ્રથમ, તમારા iPhone ની "સેટિંગ્સ" એપ્લિકેશન પર જાઓ.
આ પછી "જનરલ" શોધો અને "સૉફ્ટવેર અપડેટ" પર ટેપ કરો.
હવે iOS 18.1 પર અપડેટ કરવા માટે ઑન-સ્ક્રીન સૂચનાઓને અનુસરો.
ઉપકરણને iOS 18.1 અપડેટને સફળતાપૂર્વક ઇન્સ્ટોલ કરવામાં લગભગ 10 થી 20 મિનિટનો સમય લાગશે.
ડાઉનલૉડ કર્યા પછી, તમારી પસંદગી અને ઉપયોગિતા અનુસાર તમારા iPhone ને કસ્ટમાઇઝ કરો.


આ પણ વાંચો


દિવાળી ટાણે માર્કેટમાં નવો સ્કેમ, યુટ્યૂબ વીડિયો પર લાઇક કરતાં જ શખ્સે 56 લાખ ગુમાવ્યા, તમે ના કરતાં આ ભૂલ...