Alexa Launches Diwali Rocket Video: દિવાળીને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિવાળીની ઉજવણી માટે લોકો અગાઉથી અનેક પ્રકારની તૈયારીઓ કરે છે. ઘણા લોકો એવા છે કે જેઓ પહેલાથી જ ફટાકડા ફોડવાનું પસંદ કરે છે. ઘણી વખત ફટાકડાને કારણે લોકોના હાથ પણ દાઝી જાય છે. પરંતુ હાલમાં ઈન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. વીડિયોમાં તે વ્યક્તિ એલેક્સાની મદદથી નાના ફટાકડા રૉકેટ ફાયર કરતો જોવા મળ્યો હતો. આ પછી રૉકેટ ઉપર ગયો અને વિસ્ફોટ થયો. આ વીડિયો સામે આવ્યા બાદ ઘણા યૂઝર્સે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.


Alexa એ રૉકેટ છોડવાનો આપ્યો કમાન્ડ 
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક વ્યક્તિ પોતાના હાથનો ઉપયોગ કર્યા વિના રૉકેટને સળગાવી રહ્યો છે. વ્યક્તિ એલેક્સાને રૉકેટ છોડવાનો કમાન્ડ આપે છે અને એલેક્સા તે કમાન્ડને ફોલો કરે છે અને 'યસ સર' કહે છે. વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે રૉકેટને બૉટલમાં રાખવામાં આવ્યું છે. આ બૉટલની અંદર અને બહાર બે લાલ વાયર છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે આ બધું કેવી રીતે થયું? જો કે આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.






ઇન્ટરનેટ યૂઝર્સને આપ્યા જોરદાર રિએક્શન 
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર @manisprojectlab હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. આ પોસ્ટ પર ઘણા યૂઝર્સે પોતાનો પ્રતિભાવ આપ્યો છે. એક યૂઝરે લખ્યું, "ચંદ્રયાન ફરી લૉન્ચ થયું છે..", બીજા યૂઝરે લખ્યું, 'ટેક્નોલોજી કેટલી એડવાન્સ થઈ ગઈ છે.'


આ પણ વાંચો


General Knowledge: મોબાઈલ અથવા તેનું ચાર્જર બની શકે છે તમારા મોતનું કારણ, સૂતી વખતે આ ભૂલ ક્યારેય ન કરો