એક રિપોર્ટ પ્રમાણે, TRAIએ તમામ કંપનીઓને લેટર લખ્યો છે. આ લેટરમાં તમામ કંપનીઓને પ્રીપેડ યૂઝર્સ માટે વેલિડિટી વધારવા માટે જરૂર પગલાં ભરવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત લોકડાઉન દરમિયાન કસ્ટમર્સને કોઈપણ જાતના અવરોધ વગર સર્વિસ આપવા કંપનીએ શું પગલાં લીધા તેની પણ જાણકારી માંગી છે.
રિપોર્ટ પ્રમાણે ટ્રાઈએ કહ્યું કે, ટેલિકમ્યૂનિકેશનને જરૂરી સેવા ગણીને લોકડાઉનથી મુક્તિ આપવામાં આવી છે અને તેને બંધ નથી કરવામાં આવી. ટ્રાઈને લેટર બાદ હજુ સુધી કોઈ કંપનીનું નિવેદન સામે નથી આવ્યું કે હજુ સુધી કોઈ પણ કંપનીએ પ્રીપેડ યૂઝર્સ માટે વેલિડિટી વધારવાની જાહેરાત કરી.
હાલ દરેક કંપનીઓના કુલ કસ્ટમર્સમાં સૌથી વધારે હિસ્સો પ્રીપેડ યૂઝર્સનો છે. તેથી લોકડાઉનના કપરા સમયમાં ગ્રાહકોને મુશ્કેલી ન પડે તે માટે પ્રીપેડ યૂઝર્સની વેલિડિટી વધારવાનું કહેવામાં આવ્યું છે.