નવી દિલ્હીઃ સમયની સાથે સ્માર્ટફોન બનાવનારી કંપનીઓ ફોનની મેમરી વધારી રહી છે, પરંતુ આ બધાની વચ્ચે યૂઝર્સની જરૂર સતત વધતી જ જાય છે. હવે ફોન મેમરી તેમના માટે ઓછી પડી રહી છે. આવી સ્થિતિમાં ફોનમાં માઇક્રો એસડી કાર્ડ લગાડીને બીજો ઓપ્શન વાપરી શકાય છે. પરંતુ શુ તમે જાણો છો આના માટે સૌથી બેસ્ટ રસ્તો કયો છે, નહીં ને, અહીં અમને તમને બતાવી રહ્યાં છે કે એકપણ પૈસો ખર્ચ કર્યા વિના ફોનની મેમરી ફૂલ થવાની સમસ્યામાંથી છુટકારો મળવી શકો છો.
આ છે ઓપ્શન-
જો તમે ઉપર બતાવેલા ઓપ્શનન અજમાવવાનુ વિચારી રહ્યાં છો, તો તમારા માટે ગૂગલ ડ્રાઇવ બેસ્ટ ઓપ્શન છે. તમારી ફાઇલ તમે ગૂગલ ડ્રાઇવમાં રાખી શકો છો. આનાથી તમારે પૈસા પણ નહીં ખર્ચવા પડે અને તમારી ફાઇલો અને ડેટા પણ સુરક્ષિત રહશે. જાણો ગૂગલ ડ્રાઇવમાં ફાઇલને કેવી રીતે રાખી શકશો.
આ રીતે ગૂગલ ડ્રાઇવમાં રાખો ફાઇલ-
જો તમે ગૂગલ ડ્રાઇવમાં પોતાની ફાઇલને રાખવા માંગો છો, પરંતુ આને કઇ રીતે કરવુ એ નથી ખબર, તો તમે આ સ્ટેપ્સને ફોલો કરી શકો છો.
સૌથી પહેલા પોતાના ફોનમાં ગૂગલ ડ્રાઇવ એપને ઇન્સ્ટૉલ કરો અને આને ઓપન કરી લો.
હવે તમારી સામે હૉમ સ્ક્રીન પર જ + નુ આઇકૉન દેખાશે. તમારે આના પર ક્લિક કરવાનુ છે.
આ પછી અપલૉડના ઓપ્શન આવશે. તમારે આને પસંદ કરવો પડશે.
હવે ફોનના સ્ટૉરેજમાં તે ફાઇલની તપાસ કરો જેને ડ્રાઇવમાં અપલૉડ કરવી છે.
ફાઇલ મળ્યા બાદ તેને સિલેક્ટ કરો, આ રીતે તે ફાઇલ ગૂગલ ડ્રાઇવમાં અપલૉડ થઇ જશે.
એ વાતનુ રાખો ધ્યાન કે ફાઇલ અપલૉડ કરવા માટે ઇન્ટરનેટ હોવુ જરૂરી છે.
તમે ફાઇલને કેટેગરી વાઇઝ અલગ અલગ ફૉલ્ડર બનાવીને પણ અપલૉડ કરી શકો છો.
આ પણ વાંચો..........
ગૂગલે પોતાની કઇ મોટી સર્વિસ રશિયા માટે બંધ કરી દીધી, રશિયાને આનાથી શું થશે મોટુ નુકશાન, જાણો
GAIL India કરશે એક્ઝિક્યુટિવ ટ્રેઈનીની ભરતી, જલદી કરો અરજી
JRHMS Recruitment 2022: મેડિકલ વિભાગમાં નીકળી 1141 પદ પર વેકેન્સી, મળશે સારો પગાર