WhatsApp Tips And Tricks: એન્ડ્રોઇડ સ્માર્ટફોન યૂઝર્સ Google આસિસ્ટન્ટની સાથે એસએમએસ, મેસેજિંગ એપ કે સ્માર્ટવૉચના માધ્યમથી મેસેજ મોકલી અને વાંચી શકો છો. જેથી તમારા કૉન્ટેક્ટ પાસે તરતજ કૉમ્યુનિકેશન કરી શકાય છે. પરંતુ જો તમારે વૉટ્સએપમાં ટાઇપ કર્યા વિના મેસેજ મોકલવો હોય તો શું કરશો. અમે અહીં તમને તેના માટેની આસાન રીત બતાવી રહ્યા છીએ. તમે Google આસિસ્ટન્ટનો ઉપયોગ કરીને વૉટ્સએપ પર મેસેજ મોકલી શકો છો. જાણો આ માટે તમારે શું કરવુ પડશે... 


આ રીતે કરો ઉપયોગ- 


તમારા Android ફોન કે ટેબલેટ પર, હૉમ બટનને દબાવીને રાખો કે "Ok Google" કહો 
હવે કહો "સેન્ડ એ વૉટ્સએપ મેસેજ ટૂ (તમારા મોબાઇલમાં સેવ કરેલા કૉન્ટેક્ટનુ નામ)".
હવે ગૂગલ આસિસ્ટન્ટ તમને મેસેજ પુછશે. તમે તે મેસેજ કહી શકો છો જેને તમે મોકલવા માંગો છો. જો તમે તમારા મેસેજમાં વધારે સમય સુધી ચુપ રહો છો, તો ગૂગલ આસિસ્ટન્ટ સાંભળવાનુ બંધ કરી દેશે.
વૉઇસ આસિસ્ટન્ટ હવે તમારા મેસેજને રિપીટ કરશે. જો આ બરાબર છે, તો 'યસ' કહો. એકવાર મોકલવામાં આવ્યા બાદ Google આસિસ્ટન્ટ તમારા મેસેજને ફરીથી પુનરાવર્તન કરશે.


અહીં બતાવવામાં આવ્યુ છે કે, તમે Google સહાયકનો ઉપયોગ કરીને તમારા મેસેજને  Android સ્માર્ટફોન પર કઇ રીતે સાભળી શકો છો. કૃપા કરીને ધ્યાન રાખો કે આ ફિચરનો ઉપયોગ કરવા માટે તમને Google એપની પોતાની નોટિફિકેશન સુધી પહોંચ પ્રદાન કરવી પડશે. 


આ રીતે સેટઅપ કરો ગૂગલ આસિસ્ટન્ટ- 


તમારા ફોનને અનલૉક કરો અને Ok Google (ઓકે ગૂગલ) બોલીને રાખો. 
જો આમ બોલવા પર ગૂગલ આસિસ્ટન્ટ ઓપન ના થઇ રહ્યું હોય તો તમારા પહેલા સેટઅપની જરૂર છે. 
સેટઅપ કરવા માટે સૌથી પહેલા ફોનના Settings ઓપન કરો અને Assistant સર્ચ કરો. 
હવે Launch Google Assistant ઓપ્શન પર જાઓ અને આને ઓપન કરવા માટે તમારા પસંદની રીત સિલેક્ટ કરી લો. 
મોટાભાગના ફોનમાં આને Home Buttonને લૉન્ગ પ્રેસ કરીને ખોલી શકાય છે. 
એટલે કે તમે ફોનના હૉમ બટનને થોડીવાર સુધી દબાવીને રાખશો તો ગૂગલ આસિસ્ટન્ટ ખુલી જશે.


આ પણ વાંચો---- 


Best Mileage Bikes: આ છે શાનદાર માઇલેજ આપતી સસ્તી Bikes, ઓછા ખર્ચમાં ચાલશે વધારે કિલોમીટર


GAIL Jobs: સરકારી નોકરી મેળવવાનો મોકો, ચીફ મેનેજર અને સીનિયર ઓફિસરની ભરતી કરી રહી છે ગેલ ઇન્ડિયા


IGNOU PhD Entrance Exam 2021: પીએચડીમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોવ તો જલ્દી અરજી કરો, 14 જાન્યુઆરી સુધી લંબાવાઈ તારીખ


Ahmedabad Corona Cases: રાજ્યના આ જાણીતા શહેરમાં ફાટ્યો કોરોનાનો રાફડો, જાન્યુઆરીના 8 દિવસમાં 12 હજારથી વધુ કેસ નોંધાતા હડકંપ


Astrology Tips: ફટકડીના આ ઉપાયોથી દૂર થાય છે આર્થિક પરેશાની, વાસ્તુ દોષથી મળે છે છૂટકારો