શું તમે યુટ્યુબ પર વીડિયો જોતી વખતે અચાનક આવતી જાહેરાતોથી પરેશાન છો ? જો હા તો આ સમાચાર વાંચો. અમે આપને જણાવી રહ્યા છીએ કેટલીક એવી ટ્રિક જેનાથી તમે યુટ્યુબ પર અચાનક આવતી જાહેરાતોને રોકી શકશો અને તમારો આરામથી યુટ્યુબના વીડિયો માણી શકશો.


અત્યારના સમયમાં દરેક સ્માર્ટફોન વાપરવાવાળો વ્યક્તિ યુટ્યુબનો ઉપયોગ કરે છે. યુટ્યુબનો ઉપયોગ વિવિધ ટોપિકને લગતા વીડિયો, મ્યુઝિક વીડિયો, ફની વીડિયો, કાર્ટૂન વગેરે જોવા માટે કરે છે. યુટ્યુબ એક રીતે લોકોનું મનોરંજન કરવાનું અને ટાઈમ પાસ કરવાનું સાધન બની ગયું છે. પરંતુ યુટ્યુબ પર વીડિયો જોતી વખતે એક સમસ્યા મોટા ભાગે આવતી હોય છે અને તમે પણ એ સમસ્યાનો સામનો કરી ચૂક્યા હશો. આ સમસ્યા છે વીડિયો જોતી વખતે આવતી જાહેરાતો. ઘણીવાર તો વીડિયોની વચ્ચે પણ આ જાહેરાતો આવી જાય છે અને તમને વીડિયો જોવાના આનંદને વિક્ષેપિત કરે છે. આજે અમે તમને એવી ટ્રિક જણાવીશું જેનાથી તમે આ જાહેરાતો જોયા વગર વીડિયો જોઈ શકો.


1. થર્ડ પાર્ટી એપ દ્વારાઃ


જો તમે યુટ્યુબ પર જાહેરાતો જોવા નથી માંગતા તો થર્ડ પાર્ટી એપનો સહારો લઈ શકો છે. તમે ગુગલ પ્લે સ્ટોર પર જઈને "ફ્રી એડબ્લોકર બ્રાઉઝરઃ એડબ્લોક એન્ડ પ્રાઈવેટ બ્રાઉઝર" એપ ઈન્સટોલ કરો. તમે બીજી એપ્સ પણ વાપરી શકો છો. હવે તમારી સામે વિકલ્પ આવશે કે તમે આનો ઉપયોગ કયા માટે કરવા માંગો છો ત્યાં ઓપ્શનમાં ગુગલ સિલેક્ટ કરો. આ પછી સર્ચમાં યુટ્યુબ સિલેક્ટ કરીને આગળ વધો. આ પ્રક્રિયા પછી તમે જાહેરાતો વગર યુટ્યુબ વીડિયો જોઈ શકો છો.


2. યુટ્યુબ પ્રીમિયમ ખરીદીનેઃ 


જો ઉપર બતાવેલી ટ્રિકનો ઉપયોગ તમે નથી કરવા ઈચ્છતા તો, તમારી પાસે સૌથી સરળ વિકલ્પ યુટ્યુબ પ્રીમિયમ ખરીદવાનો છે. આ યુટ્યુબ પ્રીમિયમ ખરીદવા માટે તમારે કેટલીક કિંમત ચૂકવવી પડશે. પરંતુ આ કિંમત ઘણી રીતે ફાયદાકારક રહેશે. પ્રીમિયમ સર્વિસમાં તમને વધારાના ફાયદા અને વીડિયો જોવાનો વધુ સારો અનુભવ મળે છે. યુટ્યુબ પ્રીમિયમ સર્વિસનો ચાર્જ 129 રુપિયા પ્રતિ મહિનાનો છે. પ્રીમિયમ સર્વિસમાં યુઝર્સને કોઈ જાહેરાતો દેખાતી નથી. પ્રીમિયમ સર્વિસની મહત્વની વાત એ પણ છે કે, તમે યુટ્યુબને બેકગ્રાઉન્ડમાં પણ વાપરી શકો છો.


3. કોમ્પ્યુટર પર યુટ્યુબ જોતી વખતેઃ


જો તમે કોમ્પ્યુટર કે લેપટોપમાં યુટ્યુબ જોઈ રહ્યા હોવ અને પ્રીમિયમ સર્વિસ વગર જાહેરાતોથી છુટકારો મેળવવા ઈચ્છો છો તો, ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરી શકો છો. જેના માટે તમારે એડબ્લોકર એક્સટેંશન ઈન્સટોલ કરવું પડશે ત્યાર બાદ તેને ક્રોમ બ્રાઉઝરથી કનેક્ટ કરવાનું રહેશે. આ પ્રક્રિયા પછી યુટ્યુબ જોતી વખતે કોઈ પણ જાહેરાત નહીં દેખાય.