નવી દિલ્હીઃ જો તમારા ફોનમાં અવાર નવાર કોઇને કોઇ તકલીફો આવી જાય છે, અને તેનાથી તમે કંટાળી ગયા છો ? જો તમે આવી સમસ્યાઓથી છુટકારો મેળવવા માંગતા હોય તો અહીં અમે તમને સ્માર્ટફોનની કેટલીક ખાસ ટિપ્સ બતાવી રહ્યાં છીએ, જે તમારી સમસ્યાઓની સમાધાન કરશે, સ્માર્ટફોનની લાઇફ પણ વધારશે અને ફોનની સ્પીડ પણ વધારી દેશે.
જાણો અહીં સ્માર્ટફોનની પાંચ યૂઝફૂલ ટિપ્સ -
જુદાજુદા ચાર્જરથી મોબાઇલ ચાર્જ ના કરો -
ફોન બરાબર ચાર્જ ના કરવાથી પણ તમારા સ્માર્ટફોનની લાઇફ ઓછી થઇ શકે છે. જો તમે સ્માર્ટફોનની કોઇના પણ ચાર્જરથી ચાર્જ કરો છો, તો આમ ના કરો, જ્યારે તમે ઓછા કે વધુ પાવર વાળા ચાર્જરને મોબાઇલમાં નાંખો છો, તો મોબાઇલ તો ચાર્જ થઇ જશે, પરંતુ બેટરી ફાટવાનો અને સ્પીડ ઓછી થવાનો ભય રહે છે.
હેવી ગેમ્સમાંથી કાઢી દો -
જો તમે તમારા ફોનને એક લાંબી લાઇફ આપવા માંગો છો, તો તેના માટે પહેલા ફોનમાંથી હેવી ગેમ તરત જ ડિલીટ કરી દો. કેમ કે આના કારણે પ્રૉસેસર પણ જોરદાર દબાણ પડે છે અને આનાથી બેટરી લાઇફ અને ફોનની લાઇફ ઓછી થઇ જાય છે.
નકામી એપ્સને ડિલીટ કરો દો -
જો તમારા ફોનમાં ઉપયોગમાં ના લેનારી એપ્સ હોય, તો તેને તરત જ ડિલીટ કરી દો. આ એપ્સ તમારા સ્માર્ટફોનને માત્ર સ્પેસ ઘેરે છે, આનાથી સ્માર્ટફોન સ્લૉ થઇ શકે છે, આવામાં નકામી એપ્સને દુર કરી દો.
એપ્સ માટે ગૂગલ પ્લે સ્ટૉરનો જ ઉપયોગ કરો -
જો તમારા ફોનમાં કેટલીય એપ્સ ડાઉનલૉડ કરી રહ્યાં છો, તો કોશિશ કરો કે ગૂગલ પ્લે સ્ટૉરનો જ ઉપયોગ કરો. જો તમે અનઓથોરાઇઝ્ડ વેબસાઇટ પરથી ડાઉનલૉડિંગ કરો છો, તો સ્માર્ટફોન ખરાબ થવાનો ભય રહે છે.
બેકગ્રાઉન્ડમાં એપ્સ ચાલુ ના રાખો -
કેટલાક યૂઝર્સ સ્માર્ટફોનના બેકગ્રાઉન્ડમાં એપ ચાલુ મુકી રાખે છે, જો તમે પણ આવુ કરો છો, તો આવુ ના કરો. આના કારણે ઇન્ટરનેટ વધુ વપરાય છે, એટલુ જ નહીં પ્રૉસેસર પણ દબાણ પડે અને તેના કારણે ફોનની સ્પીડ ઓછી થઇ શકે છે.