Truecaller: ટ્રૂકૉલરે ભારતમાં એન્ડ્રોઇડ યૂઝર્સ માટે વેબ વર્ઝન લૉન્ચ કર્યું છે. ટ્રૂકૉલરનું વેબ વર્ઝન વિન્ડોઝ, પીસી અને મેક પર કામ કરે છે અને રીઅલ-ટાઇમ કોલ એલર્ટ જેવી ઘણી વિશેષ સુવિધાઓ સાથે આવે છે. ચાલો તમને તમારા આ ટ્રૂકૉલરના નવા વર્ઝન વિશે બતાવી રહ્યાં છીએ.


ભારતમાં ટ્રૂકૉલર વેબ વર્ઝન લૉન્ચ 
ટ્રૂકૉલર લાંબા સમયથી વેબસાઈટ પર અજાણ્યા નંબર સર્ચ કરવાની સુવિધા આપી રહ્યું છે, પરંતુ સમસ્યા એ છે કે તે મર્યાદિત સંખ્યામાં આવે છે. આનો અર્થ એ થયો કે અગાઉ યુઝર્સ ટ્રૂકૉલરની વેબસાઈટ પર માત્ર મર્યાદિત સંખ્યામાં જ વિગતો શોધી શકતા હતા. હવે એવું નથી, હવે ટ્રૂકૉલરના નવા વેબ વર્ઝન દ્વારા જેટલા ઇચ્છો તેટલા નંબરોની ડિટેલ્સ લેપટૉપ પર ચાલનારા ટ્રૂકૉલરમાં પણ શોધી શકો છો.


ટ્રૂકૉલર વેબ વર્ઝનમાં યૂઝર્સને ડેસ્કટોપ પર ઇનકમિંગ કૉલ અને SMS ચેતવણીઓ બતાવવામાં આવશે. જ્યારે તેમનો ફોન નજીકમાં ન હોય ત્યારે પણ યૂઝર્સ આ ચેતવણીઓ જોઈ શકે છે. યૂઝર્સ SMS ચેટિંગ જોઈ અને જવાબ પણ આપી શકે છે. બધા સંદેશાઓ ત્રણ કેટેગરીઓમાં ગોઠવવામાં આવશે: ઇનબોક્સ, પ્રમોશન અને સ્પામ. આ એપ પર ઉપલબ્ધ ટ્રૂકૉલરના સ્માર્ટ SMS ફિલ્ટરિંગ દ્વારા સંચાલિત છે.


એન્ડ્રોઇડ યૂઝર્સને મળશે ફેસિલિટી 
ટ્રૂકૉલરનું વેબ વર્ઝન યૂઝર્સને માઇક્રોસોફ્ટની ફોન લિંકનો ઉપયોગ કરવા જેવો જ અનુભવ લાવે છે. ભારતમાં ટ્રૂકૉલરનું વેબ વર્ઝન શરૂઆતમાં માત્ર એન્ડ્રોઇડ યુઝર્સ માટે જ ઉપલબ્ધ હશે, પરંતુ બાદમાં તેને iOS યુઝર્સ માટે પણ લોન્ચ કરવામાં આવશે. જોકે, ટ્રૂકૉલર એ હજુ સુધી કોઈ માહિતી આપી નથી કે Apple iPhone યુઝર્સ ક્યારે Truecallerના વેબ વર્ઝનનો ઉપયોગ કરી શકશે.