True Caller Call Recording Service: તમારામાંથી ઘણા લોકો ટ્રુ-કોલર એપનો ઉપયોગ કરતા હશે. આ એપ્લિકેશન કૉલર- આઇડેન્ટિફિકેશન, કૉલ-બ્લોકિંગ, ફ્લેશ-મેસેજિંગ, કૉલ-રેકોર્ડિંગ, ચેટ અને વૉઇસની સર્વિસ આપે છે. જોકે ગયા વર્ષે કંપનીએ iOS અને Androidમાં કોલ રેકોર્ડિંગની સેવા બંધ કરી દીધી હતી. પરંતુ ફરી એકવાર આ સર્વિસ કંપનીએ શરૂ કરી છે. હાલમાં તે ભારતમાં ઉપલબ્ધ નથી અને રેકોર્ડિંગ સેવા પેઇડ વર્ઝનમાં ઉપલબ્ધ છે.


Truecaller એ યુએસમાં કોલ રેકોર્ડિંગ સેવા શરૂ કરી છે. ધીમે ધીમે કંપની તેને અન્ય દેશોમાં પણ રોલઆઉટ કરશે. કંપનીએ જણાવ્યું હતું કે Truecaller એ આઇફોન અને એન્ડ્રોઇડ બંને પર તેના 350 મિલિયનથી વધુ એક્ટિવ યુઝર્સ માટે AI-સંચાલિત કૉલ રેકોર્ડિંગ સુવિધા શરૂ કરી છે જે આગામી મહિનાઓમાં યુએસમાં અને ધીમે ધીમે વિશ્વના વિવિધ ભાગોમાં રોલ આઉટ થશે. આ સાથે કંપનીએ કહ્યું કે એપની AI-સંચાલિત કાર્યક્ષમતા તેને અન્ય એપથી અલગ બનાવે છે.


લાંબા કોલની બની જશે નોટ્સ


કોલ રેકોર્ડિંગ સિવાય કંપનીએ કોલ્સને ટેક્સ્ટ મેસેજમાં ટ્રાન્સલેટ કરવાની સેવા પણ શરૂ કરી છે. જ્યારે લોકો કેટલીક મહત્વપૂર્ણ બાબતોની ચર્ચા કરતા હોય ત્યારે લાંબા કૉલ્સ દરમિયાન આ સુવિધા કામમાં આવશે. કંપનીએ કહ્યું કે હાલમાં આ ફીચર માત્ર અંગ્રેજી જ સમજે છે, જેને જલ્દી જ રોલઆઉટ કરવામાં આવશે. કંપની યુઝર્સને રેકોર્ડ કરેલા કોલ્સ સાંભળવા, રિનેમ, નકામા કોલ ડિલીટ કરવા અને શેર કરવાનો વિકલ્પ પણ આપશે.


નોંધનીય છે કે આ વખતે કંપની કોલ રેકોર્ડિંગ માટે રેકોર્ડિંગ લાઇનનો ઉપયોગ કરી રહી છે જે ક્લાઉડ ટેલિફોની આધારિત સેવા છે. સરળ શબ્દોમાં કહીએ તો તમે તમારા કૉલ્સને ક્લાઉડ પર રેકોર્ડ કરી શકશો અને કૉલ પૂરો થયા પછી તેમને સાંભળી શકશો.


આઇફોન પર રેકોર્ડિંગ કેવી રીતે ચાલુ કરવું


જો તમે iPhone પર ઇનકમિંગ કોલ રેકોર્ડ કરવા માંગો છો તો આ માટે તમારે કોલ રીસીવ કરવો પડશે અને Truecaller એપ પર આવવું પડશે અને અહીં રેકોર્ડિંગ સર્ચ કરીને તેને શરૂ કરવું પડશે. આમ કરવાથી રેકોર્ડ લાઇન શરૂ થશે જેને તમારે મુખ્ય કોલ સાથે મર્જ કરવાની રહેશે. આઉટગોઇંગ કોલ્સ માટે સરખી જ પ્રક્રિયા રહેશે.  આમાં તમારે પહેલા કોલ લાઈન શરૂ કરવી પડશે અને પછી ફોનબુકમાંથી કોઈપણ વ્યક્તિને કોલ કરીને બંને કોલ મર્જ કરવા પડશે.