Twitter: ટ્વીટરને લઇને મોટા સામાચાર વહેતા થયા છે, ટ્વીટરનું મૂલ્ય હવે માત્ર 15 અબજ ડૉલર રહી ગઇ છે, જે એલન મસ્ક અને તેમના સહ-રૉકાણકારો દ્વારા પ્લેટફોર્મ ટ્વીટર ખરીદવા માટે ચૂકવવામાં આવેલા 44 અબજ ડૉલરથી 66 ટકા ઓછી છે. મસ્કે સત્તા સંભાળી ત્યારથી ટ્વીટર આર્થિક રીતે સંઘર્ષ કરી રહ્યું છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, નાણાકીય સેવાઓની મોટી કંપની ફિડેલિટીએ તેના પૉર્ટફોલિયો મૂલ્યાંકનના માસિક અહેવાલમાં અનુમાન લગાવ્યું છે કે, માઇક્રૉ-બ્લૉગિંગ પ્લેટફોર્મ માટે એલન મસ્ક દ્વારા ચૂકવવામાં આવેલી કિંમત હવે માત્ર એક તૃતીયાંશ રહી ગઇ છે.
એલન મસ્કનું ટ્વીટરમાં રોકાણ ઘટ્યુ -
ટ્વીટરમાં એલન મસ્કનું રોકાણ હવે 8.8 અબજ ડૉલરનું છે. આઉટગૉઇંગ ટ્વીટર સીઇઓએ ગયા વર્ષે ઓક્ટોબરમાં કંપનીમાં અંદાજિત 79 ટકા હિસ્સો મેળવવા માટે 25 અબજ ડૉલરથી વધુનો ખર્ચ કર્યો હતો. તેને અગાઉ પણ સ્વીકાર્યું હતું કે તેને ટ્વીટરને હસ્તગત કરવા માટે વધુ ચૂકવણી કરી હતી, જેમાં 33.5 બિલિયન ડૉલર સહિત ટ્વીટરનું અધિગ્રહણ કરવા માટે પેમેન્ટ કર્યુ હતુ.
એલન મસ્કે કહી હતી વધુ વેલ્યૂએશન પર લેવાની વાત -
એલન મસ્કે ગયા વર્ષે ઓક્ટોબરમાં ટેસ્લાના અર્નિંગ કૉલ દરમિયાન કહ્યું હતું કે, દેખીતી રીતે હું અને અન્ય રોકાણકારો અત્યારે ટ્વીટર માટે વધુ ચૂકવણી કરી રહ્યા છીએ, મને લાગે છે કે ટ્વીટર માટે લાંબા ગાળાની સંભાવના તેના વર્તમાન મૂલ્ય કરતાં વધુ છે. "હું ટ્વીટરની સ્થિતિ વિશે ઉત્સાહિત છું, દેખીતી રીતે હું તેમના ઉત્પાદનને અવિશ્વસનીય રીતે સારી રીતે જાણું છું," તેમને કહ્યું. અને મને લાગે છે કે તે એક એવી સંપત્તિ છે જે લાંબા સમયથી મુદતવીતી છે પરંતુ તેની અકલ્પનીય સંભાવના છે.
ફિડેલિટીએ નવેમ્બરમાં પોતાના ટ્વીટર શેરનું મૂલ્ય ઘટાડીને ખરીદ કિંમતના 44 ટકા કર્યું. ફિડેલિટીનો ટ્વીટર હિસ્સો, જે હવે મસ્કના X હૉલ્ડિંગ્સ હેઠળ આવે છે, તેનું મૂલ્ય આશરે 6.55 મિલિયન ડૉલર (એપ્રિલના અંત સુધીમાં) હતું.
ઇલોન મસ્કની મોટી જાહેરાત, હવે Twitter Blue સબસ્ક્રાઇબર્સ બે કલાકનો વીડિયો અપલોડ કરી શકશે
Twitter Video Upload: જ્યારથી ઇલોન મસ્કે ટ્વિટર ખરીદ્યું છે, ત્યારથી આ પ્લેટફોર્મ પર સતત નવી સુવિધાઓ રજૂ કરવામાં આવી રહી છે. કંપનીએ તેની ઘણી સુવિધાઓ પેઈડ કરી દીધી છે. વપરાશકર્તાઓને હવે તેમના ટ્વિટર એકાઉન્ટ માટે બ્લુ ટિક મેળવવા માટે પણ ચાર્જ ચૂકવવો પડશે. આ સાથે ટ્વિટર બ્લુ સબસ્ક્રાઈબર્સને ઘણી સુવિધાઓ પણ આપવામાં આવી રહી છે. હવે કંપનીએ તેમના માટે વધુ એક જાહેરાત કરી છે. મસ્કએ જાહેરાત કરી છે કે હવે ટ્વિટર બ્લુ સબ્સ્ક્રાઇબર્સ બે કલાકની 8 જીબી સુધીની વીડિયો ક્લિપ્સ અપલોડ કરી શકશે. તેણે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. ઇલોન મસ્કે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરીને કહ્યું કે, "ટ્વિટર બ્લુ વેરિફાઇડ સબસ્ક્રાઇબર્સ હવે બે કલાક (8 જીબી) વીડિયો અપલોડ કરી શકશે." એટલે કે, આ સેવા મેળવવા માટે, વપરાશકર્તાઓએ ટ્વિટર બ્લુને સબસ્ક્રાઇબ કરવું પડશે. તે પછી જ તે બે કલાકનો વીડિયો શેર કરી શકશે. તાજેતરમાં, મસ્કે ટ્વિટરના નવા સીઈઓની પણ જાહેરાત કરી હતી. તેમણે લિન્ડા યાકારિનોને ટ્વિટરની નવી સીઈઓ બનાવી છે. માઇક્રોબ્લોગિંગ સાઇટના સીઇઓ બન્યા બાદ લિન્ડાએ પોતાના પ્રથમ ટ્વીટમાં ઇલોન મસ્કનો આભાર માન્યો હતો. આ સિવાય કંપનીએ ડાયરેક્ટ મેસેજ ફીચર પણ લોન્ચ કર્યું હતું. આના દ્વારા હવે યુઝર્સ ટ્વિટર પર ડાયરેક્ટ મેસેજ મોકલી શકશે અને તમામ મેસેજ એન્ક્રિપ્ટેડ હશે. એટલે કે, કોઈ પણ આ સંદેશાઓને ડીકોડ કરી શકશે નહીં.