નવી દિલ્હીઃ સોશ્યલ મીડિયા પર આજકાલ કેટલીય અનોખી અને ઉલજનમાં મુકી દે એવી તસવીરો વાયરલ થતી રહે છે. આવી જ એક તસવીર આજકાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ છે જે યૂઝર્સને ઉલજનમાં નાંખી રહી છે. રિયાન ક્રેગુને આ તસવીરને પોતાના ટ્વીટર હેન્ડલ પર નાંખતા આમાં સ્નો લેપર્ડની હાજરી હોવાની વાત કહી છે. જોકે યૂઝર્સને સીધે સીધી આ તસવીરમાં સ્નૉ લેપર્ડ નથી દેખાઇ રહ્યો, અને તેમના માટે આને શોધવો એક કોયડો બની ગયો છે. કેટલાક યૂઝર્સ આ તસવીરને ફેક હોવાની વાત કહી રહ્યાં છે, તો કેટલાક આ તસવીરમાં સ્નૉ લેપર્ડ હોવાના દાવો પણ કરી રહ્યાં છે.
આ વાયરલ ઇમેજ એક પહાડીની છે, અમેરિકાના ઉતાહમાં રહેનારા પ્રકૃતિ પ્રેમી રિયાન ક્રેગુને આ તસવીરને પોતાના ટ્વીટર પર પૉસ્ટ કરી છે, જેમાં પહાડી અને બરફની વચ્ચે એક સ્નૉ લેપર્ડ હોવાની વાત કહેવામાં આવી છે. તેને પોતાના ટ્વીટમાં લખ્યું- પહાડીમાં આરામ કરતો સ્નૉ લેપર્ડ...
ભારતમાં એક વરિષ્ઠ આઇએફએસ ઓફિસર રમેશ પાંડેએ આ તસવીરને પોતાના ટ્વીટર એકાઉન્ટ પર પૉસ્ટ કરી. સાથેજ તને લોકોને આ તસવીરમાં સ્નૉ લેપર્ડ શોધવાની વાત પણ કહી. રમેશ પાંડેએ આને ફેન્ટમ કેટ નામ આપ્યુ છે. તેને પોતાના ટ્વીટમાં લખ્યું- ફેન્ટમ કેટ, આને ઘૉસ્ટ ઓફ ધ માઉન્ટેન પણ કહેવામાં આવે છે. શું તમને આ દેખાઇ રહી છે.
તસવીર વાયરલ થયા બાદ લોકો આ તસવીરો પર પોતાનુ રિએક્શન આપવા લાગ્યા, પ્રમોદના નામના એક યૂઝરે લખ્યુ- ખરેખરમાં આ એક ફેન્ટમ છે, છળ કરવામાં માહિર છે. કનક વાજયેપી નામના બીજા એક યૂઝરે લખ્યું- આ તસવીરોમાં સ્નૉ લેપર્ડને શોધવી ખુબ મુશ્કેલ કામ છે.
વળી, કૃષ્ણા નામાના યૂઝરે લખ્યું- હે ભગવાન, મને તો આ પહાડીના દરેક પથ્થર સ્નૉ લેપર્ડના જેવા જ દેખાઇ રહ્યાં છે. પ્રશાંત વાજપેયી નામના યૂઝરે આ તસવીરમાં સ્નૉ લેપર્ડને શોધવાની વાત કહી અને લખ્યું- મને તસવીરમાં સ્નૉ લેપર્ડ મળી ગયુ.