રાજકોટઃ શહેરના રાજકોટ-કાલાવડ રોડ પર આવેલી  નંદનવન સોસયટીમાં 8 વર્ષના પિતાએ પુત્રને માર મારતા મોત થયું છે. નંદનવન સોસાયટીમાં પિતા ચોકીદારી કરે છે. બાળક તોફાન કરતા પિતાએ ફટકાર્યા બાદમાં પિતા મારવા દોડતા પડી ગયો અને રાત્રે દુખાવો ઉપાડતા હોસ્પિટલ લઇ ગયા જ્યાં તેનું મોત નીપજ્યું હતું. પોલીસે બાળકના પિતાની પુછપરછ શરૂ કરી અને બાળકના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. 


Dwarka : યુવકે પત્નીની છરીના ઘા મારીને હત્યા કરી નાંખતા ચકચાર, શું છે કારણ?


દ્વારકાઃ દ્વારકામાં વધુ એક હત્યાનો બનાવ સામે આવતાં ચકચાર મચી ગઈ છે. ઓખા મંડળના મીઠાપુર ખાતે રહેતા નીતાબેન પ્રવીણભાઈ કંકોડિયા નામના 34 વર્ષના પરિણિત યુવતીને છરીના ઘા ઝીંકી પતિએ હત્યા કરી નાંખી છે.  અગમ્ય કારણોસર હત્યા નિપજાવવા અંગે મીઠાપુર પોલીસમાં ગુનો નોંધાયો છે. પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસ પછી પત્નીની હત્યાનું કારણ જાણવા મળી શકે છે. 


Tharad : મોડી રાત્રે માતા-પુત્રની તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા, પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કરી દીધો ઇનકાર


બનાસકાંઠાઃ થરાદના મેઢાળા ગામમાં 35 વર્ષીય પરિણીતા અને તેના 13 વર્ષીય દીકરાની હત્યાની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. ખેતરમાં રહેતા માતા-પુત્રની તીક્ષ્ણ હથિયારના ઘા મારી ઘાતકી હત્યા કરવામાં આવી છે. માતા-પુત્રની કરપીણ હત્યા કરી હત્યારાઓ ફરાર થઈ ગયા છે. ત્યારે મૃતક યુવતીના પિયરપક્ષે જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. 


થરાદ પોલીસે ડોગ સ્ક્વોડ,એફએસએલ સાથે તપાસ શરૂ કરી છે. મૃતકની બન્ને લાશને પી એમ અર્થે થરાદ રેફરલ લાવવમાં આવી  છે. 13 વર્ષીય પુત્ર અને માતાની હત્યા થતા ગામલોકોમાં પણ ઉગ્ર રોષ છે. હત્યા કોણે કરી અને હત્યારા કોણ હતા એ બાબતે પોલીસની સધન તપાસ ચાલુ છે. હત્યારા ન પકડાય તો લાશ ન સ્વીકારવાનો પરિવારે નિર્ણય લીધો છે. 


માતા-પુત્રની હત્યાનું કારણ અકબંધ છે. સીતાબેન પટેલ (ઉં.વ.35) અને પરેશ પટેલ (ઉં.વ.13)ની અજાણ્યા શખ્સોએ હથિયારના ઘા મારીને હત્યા કરી નાંખી છે. મૃતક યુવતીને બે દીકરા છે, જેમાંથી નાનો દીકરો તેના મામા સાથે રહે છે.