Twitter View Count: ટ્વીટરને જ્યારથી બિઝનેસમેન એલન મસ્કે ખરીદ્યુ છે, ત્યારથી સતત તેમાં કંઇકને કંઇક ફેરફાર થઇ રહ્યો છે. વેરિફિકેશન બેઝનો રંગ હોય, ટ્વીટરના નિયમોમાં ફેરફાર એલન મસ્ક દ્વારા ટ્વીટર પર કરવામાં આવી રહ્યાં છે, આ બધાની વચ્ચે મસ્કે યૂઝર્સ માટે એક મોટો ચેન્જ કર્યો છે. ખરેખરમાં હવે યૂઝર્સ વીડિયા કાઉન્ટની જેમ જ પોતાની ટ્વીટના પરફોર્મન્સને પણ જોઇ શકશે. એટલે કે યૂઝર્સ હવે એ જોઇ શકશે કે તેનુ ટ્વીટ કેવુ પ્રદર્શન કરી રહ્યું છે. આ પહેલા માત્ર યૂઝર ટ્વીટ એનાલિટિક્સના માધ્યમથી આ જાણકારી જોઇ શકાતી હતી. 

એલન મસ્કે ખુદ કર્યુ એલાન - 
મસ્કે ટ્વીટ કરતાં ટ્વીટર યૂઝર્સને જાણકારી આપી કે જલ્દી 'વ્યૂ કાઉન્ટ્સ ફૉટ ટ્વીટ્સ' ફિચર રૉલઆઉટ થશે. આ વાત વીડિયો માટે સામાન્ય છે, જે હવે ટેક્સ્ટ ટ્વીટ પર પણ ઉપલબ્ધ થશે. મસ્કે એ પણ કહ્યું કે, આ ફિચર બતાવે છે કે, ટ્વીટર જેટલું લાગે છે તેના કરતા ક્યાંય વધારે બેસ્ટ છે.  

15 ડિસેમ્બર બાદ પૉસ્ટ પર લાગુ થશે - 
ટેક ક્રન્ચના એક રિપોર્ટ અનુસાર, હજુ આ ફિચર તમામ યૂઝરપ્સ માટે ઉપલબ્ધ નથી, એટલેકે આવનારા કેટલાક અઠવાડિયાની અંદર આઇઓએસ અને એન્ડ્રોઇડ પર ઉપલબ્ધ થશે. રિવર્સ એપના ફાઉન્ડર નીમા ઓવજીએ બતાવ્યું કે, આ નવુ ફિચર 15 ડિસેમ્બર બાદ પૉસ્ટ કરવામા આવેલા ટ્વીટ માટે કામ કરશે, એટલે કે તમે 15 ડિસેમ્બર બાદ ટ્વીટ કરવામાં આવેલી પૉસ્ટના 'વ્યૂ કાઉન્ટ' જોઇ શકશો. 

Twitter માં ફરી મોટા ફેરફાર, બ્લૂ-ગોલ્ડ ટિકની આગળ જોવા મળી રહ્યુ છે આ બોક્સ, જાણો ડિટેઇલ્સ - 

ટ્વિટરમાં દરરોજ કોઈને કોઈ ફેરફાર જોવા મળી રહ્યા છે. હવે ટ્વિટરે બેજ જાહેર કરવાનું શરૂ કર્યું છે. કંપનીના આ ફીચરથી સરકારી અને મલ્ટીલેટ્રલ એકાઉન્ટને સરળતાથી ઓળખી શકાય છે. આ સિવાય કંપની સિલેક્ટેડ બિઝનેસ માટે સ્ક્વેર એફિલિએશન પણ આપી રહી છે.

ટ્વિટર બ્લુ લિગેસી માટે બ્લુ અને બિઝનેસ માટે ગોલ્ડ માર્ક સાથે નવા બેજ આપવામાં આવી રહ્યા છે. ટ્વિટરે કહ્યું છે કે નવા બેજ યુઝર્સ માટે એકાઉન્ટની પ્રકૃતિ ઓળખવી સરળ બનશે. કંપની સતત નવા ફીચર્સ સાથે પ્રયોગ કરી રહી છે.ટ્વિટર બ્લુ સબ્સ્ક્રિપ્શન સાથે બેજ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે સરકારના સત્તાવાર ખાતા અને પ્રવક્તાને પણ પ્લેટફોર્મ પર બેજ માટે કોઈ યોજનાની જરૂર પડશે કે કેમ.