Tosca Musk: જો કે ઈલોન મસ્ક ટેસ્લાને લઈને ચર્ચામાં છે. પરંતુ જ્યારે તેમણે ગયા વર્ષે ટ્વિટર ખરીદ્યું, ત્યાર બાદ તે સમાચારમાં રહેવાનું નિયમિત થઈ ગયું અને તેનું નામ દુનિયાના ખૂણે-ખૂણે પહોંચ્યું. ટ્વિટર ખરીદ્યા પછી મસ્કે તેમાં 2 ડઝનથી વધુ ફેરફારો કર્યા છે અને ઘણા વધુ હશે. તાજેતરમાં જ તેમણે ટ્વિટરના સીઈઓ પદ પરથી રાજીનામું આપી દીધું છે અને તેની કમાન લિન્ડા યાકારિનોને સોંપી દીધી છે. ઇલોન મસ્ક હાલમાં વિશ્વના સૌથી અમીર વ્યક્તિ છે. ફોર્બ્સ અનુસાર, તેમની કુલ સંપત્તિ $233 બિલિયન કરતાં વધુ છે.
દરમિયાન ઇલોન મસ્કની બહેનનું એક નિવેદન ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. આજે તેના વિશે જણાવીશું. નિવેદન જણાવતા પહેલા અમે તમારી પાસેથી જાણવા માંગીએ છીએ કે શું તમે મસ્કની બહેનને જાણો છો કે તે કોણ છે અને તે શું કરે છે? કદાચ બહુ ઓછા લોકો આ વિશે જાણતા હશે. ચાલો પહેલા તમને જણાવીએ કે દુનિયાના સૌથી અમીર વ્યક્તિની બહેન કોણ છે અને તે શું કરે છે.
મસ્કની બહેન ચલાવે છે આ મોટી કંપની
ઇલોન મસ્કની બહેનનું નામ ટોસ્કા મસ્ક છે. તે OTT પ્લેટફોર્મ અને પ્રોડક્શન કંપની પેશનફ્લિક્સની માલિક છે. આ એપ એન્ડ્રોઈડ અને આઈઓએસ પર ડાઉનલોડ કરી શકાય છે અને તેનો માસિક ચાર્જ લગભગ $6 એટલે કે લગભગ 493 રૂપિયા છે. મસ્કની બહેન ટીવી પ્રોગ્રામ, મૂવીઝ અને ડોક્યુમેન્ટ્રી વગેરે બનાવે છે. તેનો જન્મ 1974માં થયો હતો અને તેણે 2017માં પેશનફ્લિક્સ નામની કંપની શરૂ કરી હતી જે ખૂબ જ લોકપ્રિય છે.
ઇન્ટરવ્યુમાં કહ્યું કે...
ડેઈલી મેઈલને આપેલા ઈન્ટરવ્યુમાં મસ્કની બહેન ટોસ્કાએ કહ્યું હતું કે, તે વિશ્વના સૌથી અમીર વ્યક્તિની બહેન હોવાને કારણે તેને દરેક જગ્યાએ વધુ ચૂકવણી કરવાનું કહેવામાં આવે છે. તેણે કહ્યું હતું કે, લોકો માને છે કે મારી દરેક વસ્તુ માટેની ચૂકવણી ઈલોન મસ્ક જ કરતા હશે પણ ખરેખર એવું નથી. ટોસ્કાએ કહ્યું હતું કે, મસ્ક તેને કોઈ પણ વસ્તુ માટે ચૂકવણી કરતી નથી અને તે પોતે જ બધું સંભાળે છે. ઈન્ટરવ્યુમાં જ્યારે પૂછવામાં આવ્યું કે શું ઈલોન મસ્ક તેને બિઝનેસ સલાહ કે પૈસાના રૂપમાં મદદ કરે છે? તો ટોસ્કાએ કહ્યું હતું કે, આ પ્રશ્ન તેના માટે 'બેધારી તલવાર' જેવો છે. કારણ કે જો તે ના કહે તો લોકો કહેશે કે મસ્ક મને સપોર્ટ કરતા નથી. બિલકુલ અને જો હું હા કહું, તો લોકો વિચારશે કે મસ્કે બધું ચૂકવ્યું હશે અથવા કર્યું હશે.