Two new tiers of X Premium subscriptions:: એલન મસ્ક X માટે બે નવા સબસ્ક્રિપ્શન પ્લાન લૉન્ચ કરવાના છે. તેમણે એક્સ-પોસ્ટ દ્વારા આ માહિતી શેર કરી છે. હાલમાં કંપની 900 રૂપિયાનો પ્લાન ઓફર કરે છે જેમાં યુઝર્સને કેટલીક Ads બતાવવામાં આવે છે. જો કે, કેટલાક લોકો એવા છે જેઓ આ પ્લાન મોંઘા હોવાના કારણે ખરીદી રહ્યા નથી. આ સમસ્યાનો સામનો કરવા માટે એલન મસ્ક બે નવા સબસ્ક્રિપ્શન પ્લાન લોન્ચ કરવા જઈ રહ્યા છે.
ઓછી કિંમતવાળા Ads જોવા મળશે
એલન મસ્કે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે ઓછી કિંમતના પ્રીમિયમ પ્લાનમાં યુઝર્સને તમામ ફીચર્સ મળશે પરંતુ તેમાં Ads પણ જોવા મળશે. એટલે કે જાહેરાતોની સંખ્યા ઘટશે નહીં. જ્યારે બીજા એટલે કે મોંઘા પ્રીમિયમ પ્લાનમાં યુઝર્સને તમામ ફીચર્સ મળશે અને તેમાં કોઈ Ads નહીં હોય. એટલે કે આ એડ ફ્રી પ્લાન હશે. હાલમાં આ પ્લાન્સ કઈ કિંમતે લોન્ચ કરવામાં આવશે તેની માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ એ વાત ચોક્કસ છે કે મસ્ક મોબાઈલ યુઝર્સ માટે 900થી ઓછી કિંમતનો એક અને તેનાથી વધુ કિંમત પર એક પ્લાન લોન્ચ કરવા જઈ રહી છે.
ટૂંક સમયમાં તમારે ટ્વિટર પર લાઇક્સ અને પોસ્ટ માટે ચૂકવણી કરવી પડશે
મસ્ક ટ્વિટર પર બોટ એકાઉન્ટ્સનો સામનો કરવા માટે એક ડોલરના પ્લાનનું ટેસ્ટિંગ કરી રહ્યા છે. જે હાલમાં ન્યૂઝીલેન્ડ અને ફિલિપાઈન્સમાં શરૂ કરી દેવામાં આવ્યું છે. વાસ્તવમાં મસ્ક ટ્વિટર પર પોસ્ટ, લાઈક અને કોમેન્ટ કરવા માટે લોકો પાસેથી પૈસા લેવા જઈ રહ્યા છે. મસ્ક પ્લેટફોર્મ પરથી ફ્રી એકાઉન્ટ્સને ખત્મ કરવા માંગે છે કારણ કે કંપની બોટ એકાઉન્ટ્સનો સામનો કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.