update Aadhaar card photo : હાલમાં આધાર કાર્ડ એક ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. જેના વિના તમારું બધું કામ અધૂરું રહે છે. જો તમારી પાસે આધાર કાર્ડ નથી અથવા જો કોઈ ખામી છે તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડશે.
આ દરમિયાન તમારા આધાર કાર્ડ પરનો ફોટો જૂનો થઈ ગયો છે તો તમે નવો અપડેટ કરી શકો છો. નવો ફોટો અપડેટ કરવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નહીં પડે. અમે તમને એક એવી રીત જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમે ઓનલાઇન તમારા આધાર કાર્ડનો ફોટો ચેન્જ કરી શકો છો.
તમે આધાર કાર્ડ પર તમારો ફોટો ઝડપથી અપડેટ કરી શકો છો જેનાથી કોઈ સમસ્યા નહીં થાય. આ માટે તમારે ઘણા નિયમોનું પાલન કરવું પડશે. આ માટે તમારી પાસે માત્ર લેપટોપ અથવા સ્માર્ટફોન હોવો જરૂરી છે.
આધાર કાર્ડ પર ફોટો કેવી રીતે અપડેટ કરવો
જો તમે આધાર કાર્ડનો ફોટો બદલવા માંગો છો તો હવે ચિંતા કરશો નહીં. અમે તમને એક પ્રોસેસ જણાવી રહ્યા છીએ જેનાથી તમે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાની મદદથી તમે તમારું આધાર નામ, મોબાઈલ નંબર, સરનામું, લિંગ, જન્મ તારીખ અને ફોટો સરળતાથી બદલી શકો છો.
તેની પ્રક્રિયા પણ બહુ મોટી નથી. જો તમે આ પ્રક્રિયા વિશે જાણતા નથી તો ચિંતા કરશો નહીં. અમે તમને એક સરળ પદ્ધતિ જણાવવા જઈ રહ્યા છીએ.
- આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરવા માટે તમારે પહેલા UIDAIની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે.
- આ પછી તમારે આધાર સેક્શનમા જઇને આધાર એનરોલમેન્ટ ફોર્મ અપડેટ ફોર્મ ડાઉનલોડ કરવું પડશે.
- આ પછી તમારે ફોર્મ ભરીને પર્સનલ એનરોલમેન્ટ સેન્ટરમાં સબમિટ કરવાનું રહેશે.
-આ પછી તમને બાયોમેટ્રિક વિગતો સરળતાથી મળી જશે.
-આ પ્રક્રિયા પછી તમારે 100 રૂપિયા જમા કરાવવા પડશે.
- તમને URN સાથે એક સ્લીપ આપવામાં આવશે તેને સાચવીને રાખવી.
– URNની મદદથી આધાર અપડેટ સ્ટેટસ ચેક કરી શકો છો.