Instagram Outage: યૂઝર્સ સોશિયલ નેટવર્કિંગ એપ ઈન્સ્ટાગ્રામમાં સમસ્યા અંગે ફરિયાદ કરી રહ્યા છે. ઘણા યુઝર્સે દાવો કર્યો છે કે તેમના એકાઉન્ટ્સ અચાનક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. યુઝર્સે કહ્યું છે કે ઈન્સ્ટાગ્રામે એકાઉન્ટ સસ્પેન્ડ કરવાનું કારણ પણ જણાવ્યું નથી. જો કે હાલમાં આ સમસ્યા માત્ર યુકેમાં જ જોવા મળે છે. કેટલાય લોકોએ ટ્વિટર પર સસ્પેન્ડેડ એકાઉન્ટના સ્ક્રીનશોટ શેર કર્યા છે. શેર કરવામાં આવેલા સ્ક્રીનશૉટમાં Instagram તરફથી એક નોટિસ દેખાઈ રહી છે, જેમાં લખ્યું છે કે તમારું એકાઉન્ટ 31 ઓક્ટોબર 2022ના રોજ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.


આઉટેજને ડાઉન ડિટેક્ટર પર  ડિટેક્ટ  કરવામાં આવ્યો 


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેનાથી વધુ લોકોને અસર થઈ નથી. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે ઘણા લોકો સાથે વાત કર્યા પછી જાણવા મળ્યું છે કે તેમને ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી. બીજી તરફ કેટલાક લોકોએ કહ્યું છે કે અચાનક તેમના ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ ઘટી ગયા છે. આ Instagram આઉટેજ ડાઉન ડિટેક્ટર પર પણ શોધી કાઢવામાં આવ્યું હતું. ડાઉન ડિટેક્ટર પર આ સમસ્યાથી પીડિત લોકોની સંખ્યા માત્ર 4,000 બતાવવામાં આવી રહી છે.


ટ્વિટર પર ટ્વીટનો વરસાદ 


ટ્વિટર પર એક યુઝરે ભીડનો વીડિયો શેર કરતા લખ્યું કે, "અમે બધા ટ્વિટર પર ઈન્સ્ટાગ્રામ ડાઉન છે તેની પુષ્ટિ કરવા આવ્યા છીએ".




 


સ્ક્રીનશોટ શેર કરતા, એક ઇન્ડોનેશિયન યુઝરે લખ્યું, "પ્લીઝ મને ફોલોઅર્સથી કોઈ સમસ્યા નથી પરંતુ મારી યાદો તમામ ઈન્સ્ટાગ્રામ પર છે."




અન્ય એક યુઝરે સ્ક્રીનશોટ શેર કર્યો અને લખ્યું, "ટ્વીટર પર આની જાણ કરતા અન્ય ઘણા લોકો સાથે મારું ઇન્સ્ટાગ્રામ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. શું @instagram હેક કરવામાં આવ્યું છે? આવું થયું છે?




રાહુલ રાજેશ નામના યુઝરે મીમ શેર કરીને લખ્યું કે, "હું એ જાણવાનો પ્રયાસ કરી રહ્યો છું કે મારું ઇન્સ્ટાગ્રામ કેમ સસ્પેન્ડ થયું".