Instagram Vertical Grid Features: ઇન્સ્ટાગ્રામના લાખો યૂઝર્સ માટે બે નવા ફિચર્સ ઉમેરવામાં આવ્યા છે. યૂઝર્સ લાંબા સમયથી આ સુવિધાઓની માંગ કરી રહ્યા હતા. ઇન્સ્ટાગ્રામ યૂઝર્સ હવે ટિકટોક અને યુટ્યુબ શૉર્ટ્સ જેવા લાંબા ટૂંકા વીડિયો પણ શેર કરી શકશે. કંપનીએ હવે ક્રિએટર્સ માટે રીલ્સ પૉસ્ટ કરવાનો સમયગાળો બમણો કરી દીધો છે. નિર્માતાઓ હવે ઇન્સ્ટાગ્રામ પર પહેલા કરતા બમણા સમયગાળાની રીલ્સ પૉસ્ટ કરી શકશે. આ લાંબી રીલ્સ ખાસ કરીને એવા ક્રિએટર્સને લાભ આપશે જેઓ તેમના યૂઝર્સ માટે માહિતીપ્રદ સામગ્રી બનાવે છે.
આ ઉપરાંત, ઇન્સ્ટાગ્રામમાં વર્ટિકલ ગ્રીડ ફિચર રૉલઆઉટ કરવામાં આવ્યું છે. મેટાએ ગયા વર્ષે ઓગસ્ટમાં આ સુવિધાનું પરીક્ષણ શરૂ કર્યું હતું. ઇન્સ્ટાગ્રામ હેડ એડમ મૌસારીએ એક પોસ્ટ દ્વારા આ બંને ફિચર્સ વિશે માહિતી શેર કરી છે. આ ઉપરાંત હવે યૂઝર્સ ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરાયેલા વીડિયોના થંબનેલને કસ્ટમાઇઝ કરી શકશે.
3 મિનીટની રીલ્સ
ઇન્સ્ટાગ્રામ ક્રિએટર્સ હવે 90 સેકન્ડને બદલે 180 સેકન્ડ એટલે કે ત્રણ મિનિટની રીલ્સ પોસ્ટ કરી શકશે. પોતાની પૉસ્ટમાં આદમ મૌસારીએ કહ્યું કે પ્રૉફાઇલ્સ માટે વર્ટિકલ ગ્રીડ સુવિધા આ અઠવાડિયે બધા યૂઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવી રહી છે. અગાઉ, યૂઝર્સ 1:1 રેશિયોમાં વર્ટિકલ ગ્રીડ પૉસ્ટ કરી શકતા હતા, જેને હવે 4:3 માં અપગ્રેડ કરવામાં આવ્યું છે. તેને યૂઝર્સ તરફથી સકારાત્મક અને નકારાત્મક બંને પ્રતિસાદ મળી રહ્યો છે.
મૌસારીએ પોતાની પૉસ્ટમાં કહ્યું કે ઇન્સ્ટાગ્રામ પર યૂઝર્સ મોટે ભાગે વર્ટિકલ ફોટા અને વીડિયો પોસ્ટ કરે છે. આ નવી સુવિધા પ્રૉફાઇલ લેઆઉટને સરળ અને સુઘડ રાખવામાં મદદ કરશે. જોકે, મૌસરીએ એમ પણ કહ્યું કે થંબનેલને સુધારવા માટે એક કસ્ટમાઇઝેશન ફીચર પણ ઉમેરવામાં આવી રહ્યું છે જેથી યૂઝર્સ તેમની પસંદગી મુજબ ક્રિએટર્સ થંબનેલ્સનો ઉપયોગ કરી શકે.
આ ઉપરાંત, ઇન્સ્ટાગ્રામ સ્ટૉરી હાઇલાઇટ્સ માટે એક સમર્પિત ટેબ ટૂંક સમયમાં ઉમેરવામાં આવશે. આ સુવિધા હાલમાં પરીક્ષણ હેઠળ છે. ઇન્સ્ટાગ્રામ રીલ્સની લંબાઈ 90 સેકન્ડથી વધારીને 180 સેકન્ડ કરવી એ કંપનીની એક વ્યૂહરચના છે. આ ફિચર ટિક-ટોક, યુટ્યુબ શોર્ટ્સ જેવા પ્લેટફોર્મને પડકાર આપી શકે છે. જુલાઈ 2021 માં ટિક-ટોકમાં 3 મિનિટ લાંબા વીડિયો અપલોડ કરવાની સુવિધા ઉમેરવામાં આવી હતી. વળી, YouTube શોર્ટ્સ માટે તે ઓક્ટોબર 2024 માં રૉલઆઉટ કરવામાં આવ્યું હતું. આ સુવિધા Android અને iOS બંને પ્લેટફોર્મ માટે ઉપલબ્ધ છે.
આ પણ વાંચો
Smartphone Tips: ફોનમાં દેખાઇ રહ્યાં છે આ સંકેત, તો પાક્કુ તમારો ફોન થઇ ગયો છે હેક