Vivo T2 5G Series Launched: ચીની સ્માર્ટફોન મેકર કંપની Vivoએ આજે ​​પોતાની T2 5G સીરીઝ લૉન્ચ કરી દીધા છે. આ સીરીઝ અંતર્ગત કંપનીએ માર્કેટમાં Vivo T2 5G અને Vivo T2 X 5G નામના બે લેટેસ્ટ સ્માર્ટફોન લૉન્ચ કર્યા છે. તમે ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ અને વીવોના ઓફિશિયલ સ્ટૉર અને વેબસાઈટ પરથી આ મોબાઈલ ફોનને ખરીદી શકો છો. જાણા આ નવા સ્માર્ટફોનમાં તમને શું શું મળ્યુ છે ખાસ ને શું છે કિંમત...... 


આટલી છે કિંમત  - 
Vivo T2 5G ને કંપનીએ બે સ્ટૉરેજ વેરિઅન્ટમાં લૉન્ચ કર્યા છે. જેમાં એક 6/128GB અને બીજું 8/128GB છે. 6GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજવાળા વેરિઅન્ટની કિંમત 18,999 રૂપિયા છે, વળી, 8GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજવાળા વેરિઅન્ટની કિંમત 20,999 રૂપિયા છે. આવી જ રીતે Vivo T2 X 5G કંપની દ્વારા 3 સ્ટૉરેજ વેરિઅન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યું છે, જેમાં 4/128GB, 6/128GB અને 8/128GB છે. મોબાઈલ ફોનના બેઝ વેરિઅન્ટની કિંમત 12,999 રૂપિયા છે. બંને મોબાઈલ ફોન પર તમને અત્યારે HDFC, SBI અને ICICI બેંકના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર 1,500 રૂપિયા અને 1,000 રૂપિયાનું બેન્ક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તમે 18 એપ્રિલથી આ મોબાઈલ ફોન ખરીદી શકશો.


ફોનની સ્પેશિફિકેશન્સ - 
સ્પેશિફિકેશન્સ વિશે વાત કરીએ તો, તમને Vivo T2 5Gમાં 6.4-ઇંચની AMOLED ડિસ્પ્લે મળે છે. સાથે જ તેમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. ફોટૉગ્રાફી માટે તમને આ ફોનમાં 64-મેગાપિક્સલનો OIS કેમેરો અને બીજો 2-મેગાપિક્સલનો કેમેરો મળે છે. મોબાઇલ ફોન સ્નેપડ્રેગન 695 5G પ્રૉસેસર પર કામ કરે છે અને તેમાં 44W ચાર્જર સાથે 4500 mAhની બેટરી પણ છે. 


Vivo T2 X 5Gમાં કંપનીએ MediaTek Dimensity 700 પ્રૉસેસર, 50 મેગાપિક્સલ કેમેરા અને 5000mah બેટરી આપી છે.


 


Vivo Phone: કાચિંડાની જેમ રંગ બદલે છે Vivoનો આ નવો ફોન


Vivo Y100 Launched: ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની વીવોએ પોતાના પ્રીમિયમ ફોન Vivo Y100ને માર્કેટમાં ઉતારી દીધો છે. સ્માર્ટફોનની ખાસ વાત એ છે કે, આ નની જેમ રંગ બદલતો રહે છે, જ્યારે આ સ્માર્ટફોનને ઘરમાથી બહાર લઇને તડકામાં લાવશો, તો આનો કલર ઓટોમેટિક બદલાઇ જશે. આને કલર બેક સાઇડમાથી બદલાઇ જાય છે. આ મોબાઇલ ફોન 64 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો અને મીડિયાટેક ડાયમેન્સિટી 900 ચિપસેટની સાથે આવે છે.


કિંમત 
વીવોના આ નવા ફોનને તમે અમેઝૉન, ફ્લિપકાર્ટ, અને વીવોની અધિકારિક વેબસાઇટ પરથી ખરીદી શકો છો. સ્માર્ટફોનના 8GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 24,999 રૂપિયા છે, જ્યારે તમે સ્માર્ટફોનને આઇસીઆઇસીઆઇ, એસબીઆઇ, એચડીએફસી કે કોટક મહિન્દ્રાના કાર્ડથી પેમેન્ટ કરીને ખરીદો છો, તો તમને 1,500 રૂપિયાનુ કેશબેક કંપની તરફથી મળશે. મોબાઇલ ફોનને તમે પેસિફિક બ્લૂ, ટ્વીનલાઇટ ગૉલ્ડમાં ખરીદી શકો છો. 


રંગ બદલે છે આ ફોન  - 
વીવાની બ્રાન્ડ સ્ટ્રેટેજી હેડ Yogendra Sriramula એ બતાવ્યુ કે, કંપનીએ સ્માર્ટફોનમાં કલર ચેન્જીંગ ટેકનોલૉજીનો ઉપયોગ કર્યો છે, જે અન્ય બ્રાન્ડથી આને યૂનિક બનાવે છે. બેસ્ટ રીતે તમે સમજી શકો એટલા માટે અમે અહીં એક વીડિયો એડ કરી રહ્યાં છીએ.