રિપોર્ટ અનુસાર, Vivo X60ને બે રેમ અને સ્ટોરેજ વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવશે. જ્યારે Vivo X60 Pro વેરિએન્ટને સિંગલ સ્ટોરેજ વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવશે. ફોનમાં 5 નેનોમીટરનું ફ્લેગશિપ પ્રોસેસર મળશે. Vivo X60 સીરિઝના સ્માર્ટફોનમાં કંપની પોતાની ઓપરેટિંગ સિસ્ટમ OriginOS સાથે લોન્ચ કરશે.
Vivo X60 સીરિઝને પ્રો અને નોન-પ્રો વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર આ ફોનમાં બેઝલલેસ ડિસ્પ્લે મળશે અને ફોન ખૂબજ સ્લીમ આવશે. કેમેરાની વાત કરીએ તો રિયરમાં ટ્રિપલ કેમેરા સેટઅપ મળશે જેમાં Zeiss ઓપ્ટિકલ લેન્સ સપોર્ટ મળશે. ફોનમાં 8GB+ 128GB અને 8GB+256GB સ્ટોરેજ સાથે લોન્ચ કરવામાં આવી શકે છે.
ભારતીય બજાર કે ગ્લોબલ માર્કેટમાં Vivo X60 ની સીરિઝની લોન્ચિગ તારીખને લઈ હાલમાં કોઈ જાણકારી કંપની તરફથી આપવામાં આવી નથી.
Vivo X60 સીરિઝના ફોનમાં ત્રણ કલર વેરિએન્ટમાં મળશે. જેમાં ગ્રે, શિમર અને બ્લૂઈસ પિંક ગ્રેડિયંડ સામેલ છે.