Vivo X90 Series: વીવોએ પોતાની મચ અવેટેડ સ્માર્ટફોન સીરીઝ વીવો એક્સ90 5જી સીરીઝને 22 નવેમ્બર, 2022એ ચીનમાં લૉન્ચ કરી દીધી છે. આ સીરીઝમાં કંપની દ્વારા પોતાના ત્રણ સ્માર્ટફોન Vivo X90 5G, Vivo X90 Pro 5G અને Vivo X90 Pro+ 5Gને લૉન્ચ કરવામાં આવ્યા છે.
તો બીજી બાજુ સેમસંગે પણ પોતાની Samsung Galaxy S23 સીરીઝને લઇને ચર્ચામાં ટકી છે. આમાં પણ ત્રણ સ્માર્ટફોન Galaxy S23, Galaxy S23+ અને Galaxy S23 Ultra ને લૉન્ચ કરવામાં આવી શકે છે. કંપની તરફથી હજુ સુધી કોઇ ઓફિશિયલી લૉન્ચિંગને લઇને કોઇપણ જાતનો ખુલાસો નથી કરવામાં આવ્યો. જાણો આ સીરીઝ વિશે....
Vivo X90 Series Price and Availability (કિંમત અને ઉપલબ્ધતા)
Vivo X90 5G ફોનને ચીનમાં 4 વેરિએન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. ફોનના 8GB + 128GB ની કિંમત CNY 3,699 (લગભગ 42,320 રૂપિયા), 8GB + 256GB મૉડલની કિંમત CNY 3,999 (લગભગ 45,759 રૂપિયા), 12GB + 256GB મૉડલની કિંમત CNY 4,499 (લગભગ 51,462 રૂપિયા) અને 12GB + 512GB ની કિંમત CNY 4,999 (લગભગ 57,182 રૂપિયા) છે, આ ફોનનુ પ્રી બુકિંગ 22 નવેમ્બરથી જ શરૂ થઇ ચૂક્યુ છે. જ્યારે આનો સેલ 30 નવેમ્બરથી શરૂ કરવામાં આવશે.
Google Payમાં આવ્યુ નવું ફિચર, હવે કોઇપણ બિલ ચૂકવવું બન્યુ વધુ આસાન, જાણો
Google Pay, ગૂગલની પેમેન્ટ સર્વિસ Google Pay હવે પોતાના યૂઝર્સને રિઝવવા માટે એક ખાસ નવુ ફિચર લઇને આવી છે, જો તમે Google Pay યૂઝ કરી રહ્યાં છો, તો તમારા માટે આ ફિચર ખુબ કામનુ સાબિત થશે.
ગૂગલ પેમાં હવે યૂઝર્સને ઓટોમેટિક રેકરિંગ પેમેન્ટની સુવિધા મળી છે. આ એક નવુ ફિચર છે, આ નવા યૂપીઆઇ ઓટોપે (UPI Autopay) કહેવામાં આવી રહ્યું છે. આ ફિચરના આવ્યા બાદ Google Payથી તમારા મન્થલી પેમેન્ટ જેવા કે મોબાઇલ બિલ, ગેસ બિલ, વીજળી બિલ, વગેરે ઓટોમેટિક ભરાઇ જશે. આના માટે હવે મેન્યૂઅલ પેમેન્ટ નહીં કરવુ પડે.
જે નવા સબ્સક્રિપ્શન લેનારા યૂઝર્સ હશે, તેમનુ UPI ઓટોપે ફિચર ઓટોમેટિક એનેબલ થઇ જશે, જો યૂઝર આ સેવાનો લાભ લેવા નથી માંગતો તો તે સબ્સક્રિપ્શન કેન્સલ કરી શકે છે.
Google Payએ પોતાના બ્લૉગમાં કહ્યું છે કે UPI ઓટોપેના દ્વારા સબ્સક્રિપ્શન લેવુ આસાન બનશે, કોઇપણ સબ્સક્રિપ્શન પ્લાનને ખરીદવા માટે કાર્ટમાં પેમેન્ટ મેથડમાં જાઓ, હવે અહીં Pay with UPIનુ સિલેક્શન કરો અને બાદમાં પરચેઝને અપ્રૂવ કરો.