Herbal Tooth Powder To Get Rid Of Bad Breath: ઘણા લોકો મોઢામાંથી આવતી દુર્ગધથી પીડાતા હોય છે. ઘણી વાર તેઓ આ સમસ્યાના લીધે શરમ પણ અનુભવતા હોય છે. બધા લોકો વચ્ચે તેઓ બોલવામાં સંકોચ અનુભવે છે. આવા વ્યક્તિઓને હંમેશા ડર રહે છે કે ક્યાંક મારા મોઢામાંથી નીકળતી દુર્ગંધ સામેના વ્યક્તિને અકળાવી ના દે. અને થાય છે પણ એવું. જેના મોઢામાંથી દુર્ગંધ આવે છે તે તો ઠીક સામે વાળો વ્યક્તિ પણ તેની દુર્ગંધથી અકળાઈ જાય છે. અને વાત કરવાનું ટાળે છે. ધૂમ્રપાન, મોં શુષ્કતા, પેઢાના રોગ, સાઇનસને કારણે પણ શ્વાસમાં દુર્ગંધ આવે છે. તેનું મુખ્ય કારણ બેક્ટેરિયા છે જે દાંતની વચ્ચે ઉત્પન્ન થાય છે. આ જ કારણ છે કે ડૉક્ટરો દાંત અને જીભને નિયમિતપણે સાફ કરવાની સલાહ આપે છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો તમે ઘરે આ હર્બલ પાવડર બનાવીને તમારી સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.


મોઢામાંથી આવતી દુર્ગંધથી છુટકારો મેળવવા અંતે લોકો અવનવા નુસખા અપનાવતા હોય છે. સાથે સાથે બજારમાં વિવિધ પ્રોડક્ટ પણ મળે છે જેના ઉપયોગથી તમે તમારા મોઢામાંથી આવતી દુર્ગંધથી મહંદઅંશે છુટકારો મેળવી શકો છો. પરંતુ આજે અમે તમને જે હર્બલ પાઉડર બનાવતા શીખવી રહ્યા છીએ તેના ઉપયોગથી તમે હંમેશા માટે દુર્ગંધથી છુટકારો મેળવી શકો છો. આ પાઉડરનો તમારે લાંબા સમય સુધી ઉપયોગ કરવો પડશે જેથી તમારા મોઢામાંથી આવતી દુર્ગંધથી તમને છુટકારો મળી શકે .


શ્વાસની દુર્ગંધ અને દાંતના સડાથી છુટકારો મેળવવા માટે આ રીતે બનાવો હર્બલ પાવડર:


હર્બલ પાઉડર બનાવવા માટે તમે સૂકા લીમડાના પાનનો પાવડર, તજ પાવડર, લવિંગ પાવડર અને મુલેઠી પાવડરને સમાન માત્રામાં મિક્સ કરો અને તૈયાર છે તમારો હર્બલ ટૂથ પાવડર. દરરોજ સવાર-સાંજ આ હર્બલ પાવડરથી બ્રશ કરવાથી દાંતનો સડો અને શ્વાસની દુર્ગંધથી છુટકારો મેળવી શકાય છે. એટલું જ નહીં આ પાવડરનો નિયમિત ઉપયોગ દાંતમાંથી પાયોરિયા દૂર કરવામાં પણ મદદ કરે છે.


આ ઉપાયો પણ અસરકારક છે


ટૂથપેસ્ટમાં તજના તેલથી બ્રશ કરવાથી શ્વાસની દુર્ગંધ અને દાંતનો સડો પણ દૂર થાય છે.


ટૂથપેસ્ટમાં લવિંગનું તેલ નાખીને દાંત સાફ કરવાથી દાંતનો સડો અટકાવવામાં ફાયદો થાય છે.


થોડું નારિયેળ તેલ મોઢામાં મુકો અને તેને અહીં-ત્યાં ફેરવો અને પછી કોગળા કરો. આમ કરવાથી પણ દાંતમાં કેવિટી નથી બનતી.