મુંબઈ: કોરોના વાયરસની મહામારીને લઈને દેશમાં 21 દિવસનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. હવે ઝડપથી વધી રહેલા કેસની સંખ્યાને જોઈને લોકડાઉન વધારવા પર પણ વિચાર કરવામાં આવી શકે છે. દુકાનો બંધ હોવાના કારણે ઘણા લોકો પોતાના મોબાઈલ ફોનમાં રિચાર્જ નથી કરાવી શકતા. હવે વોડાફોન આઈડિયા પોતાના ગ્રાહકો માટે શાનદાર ઓફર લઈને આવ્યા છે.


વોડાફોન આઈડિયા રિચાર્જ ફોર ગુડ નામથી પ્લાન લઈને આવ્યા છે. આ રિચાર્જમાં કંપની પોતાના ગ્રાહકોને કેશબેક આપી રહી છે. રિચાર્જ ન કરી શકતા લોકો માટે કંપની આ કેશબેક ઓફર લઈને આવી છે. જો કોઈ વોડાફોન ગ્રાહક બીજા વોડાફોન ગ્રાહકના ફોનમાં રિચાર્જ કરશે તો તેને 6 ટકા કેશબેક આપવામાં આવશે.

આ ઓફર એ ગ્રાહકોને મળશે જે વોડાફોન આઈડિયાના સબ્સક્રાઈબર છે. આ સબસ્ક્રાઈબર્સને સૌથી પહેલા માઈ વોડાફોન એપ અથવા આઈડિયા એપ ડાઉનલોડ કરી લોગ ઈન કરવું પડશે. ત્યારબાદ જ્યારે પણ કંપનીના બીજા નંબર પર રિચાર્જ કરશો તો 6 ટકા કેશબેક મળશે.

રિલાયન્સ જિયો પણ પોતાના ગ્રાહકોને ફાયદો અપાવી રહી છે. લોકડાઉનને ધ્યાનમાં રાખતા કંપની Jio POS Lite નામથી એક ખાસ એપ લઈને આવી છે. જેનાથી જિયોના બીજા નંબર પર રિચાર્જ કરી કમીશન મેળવી શકો છો. આ એપને ગુગલ પ્લેસ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે.