દરરોજ મળશે 2000 રૂપિયા
Viએ જાહેરાત કરી છે કે યૂઝર્સ 51 રૂપિયા અને 301 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાનની સાથે હેલ્થ ઇન્શ્યોરન્સનો ફાયદો પણ લઈ શકે છે. કંપનીની વેબસાઈટ અનુસાર આ પ્લાન્સ અંતર્ગત બીમાર થવા પર યૂઝર્સને દસ દિવસ સુધી હોસ્પિટલમાં ભરતી થવા પર દરરોજ 1000 રૂપિયા આપવામાં આવશે. જ્યારે જો કોઈ આઈસીયૂમાં ભરતી થાય છે તો દરરોજ 2000 રૂપિયા મળશે. આ હેલ્થ ઇન્શ્યોરન્સનો લાભ 18 વર્ષથી 55 વર્ષ સુધીના લોકોને જ મળશે.
10 દિવસની અંદર કરી શકાય છે ક્લેમ
Vi Hospicareના નામથી લોન્ચ કરવામાં આવેલ આ પ્લાન્સમાં આપવામાં આવેલ સ્વાસ્થ્ય વીમાનો લાભ યૂઝર્સ પ્રાઈવેટ અને આયુષ હોસ્પિટલમાં લઈ શકે છે. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે દુર્ઘટના થવા પર સ્વાસ્થ્ય વીમાના પહેલા જ દિવસે ક્લેન કરવાનો રહેશે, જ્યારે અન્ય કેસમાં 10 દિવસની અંદર ક્લેમ કરી શકાય છે. આ દસ દિવસની અંદર ડિસ્ચાર્જ સર્ટિફઇકેટ બતાવીને હોસ્પિટલમાં ખર્ચ થયેલ રકમ તમને પરત મળી શકે છે.
આ છે રિચાર્જ ઓફર
Viના 51 રૂપિયાના પ્લાનમાં યૂઝર્સ તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરી શકે છે. સાથે જ આ પ્લાન અંતર્ગત દરરોજ 500 એસએમએસ અને 1.5 જીબી ડેટા પણ મળશે. આ પ્લાન 28 દિવસ સુધી વેલિડ રહેશે. જ્યારે 301 રૂપિયવાળો પ્લાન અંતર્ગત યુઝર્સને દરરોજ 2 જીબી ડેટા મળશે. આ પ્લાનની વેલિડિટી પણ 28 દિવસની છે.