નવી દિલ્હીઃ પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે વોડાફોને કેટલાક પ્લાન રજૂ કર્યા છે. જે લોકો વધારે ડેટાનો ઉપયોગ કરે છે તેના માટે આ પ્લાન ફાયદાકારક સાબિત થઈ શકે છે. વોડાફોનના બે નવા પ્લાન જે 558 રૂપિયા અને 398 રૂપિયાની કિંમતમાં ઉપલબ્ધ છે. આવો જાણીએ આ બે નવા પ્લાનમાં ગ્રાહકોને શું શું મળશે.


398 રૂપિયાવાળો પ્લાન

Vodafoneનના આ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળે છે. ઉપરાંત ગ્રાહકોને રોજ 3 જીબી ડેટા મળે છે. ઉપરાંત દેશભરમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી કોલિંગ અનો રોજ 100 ફ્રી એસએમએસ ઓફર કરવામાં આવે છે. આ પ્લાન મુંબઈ અને મધ્ય પ્રદેશ સર્કલમાં ઉપલબ્ધ છે.

558 રૂપિયાવાળો પ્લાન

આ પ્લાન 56 દિવસની વેલિડિટી સાથે આવે છે. તેમાં ગ્રાહકોને રોજ 3 જીબી ડેટા અને 100 ફ્રી એસેએમએસની સુવિધા મળે છે. આ પ્લાન અંતર્ગત કોઈપણ નેટવર્ક પર ફ્રી અનલિમિટેડ કોલિંગ મળે છે. જો તમારે વધારે ડેટાનો ઉપયોગ કરો છો તો વોડાફોનના આ પ્લાન તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શેક છે.

19 રૂપિયાવાળો પ્લાન

Vodafoneના આ પ્લાનમાં ગ્રાહકોને વધારે ડેટાની ઓફર મળે છે. હવે આ પ્લાનમાં 200 એમબી ડેટા આપવામાં આવે છે, જ્યારે પહેલા 150 એમબી ડેટા મળતો હતો. આ પ્લાનની વેલિડિટી માત્ર 2 દિવસની છે. આ પ્લાનમાં કોઈપણ નેટવર્ક માટે અનલિમિટેડ કોલિંગનો લાભ પણ ળે છે. હાલમાં આ પ્લાન માત્ર હરિયાણા, મધ્ય પ્રદેશ અને મુંબઈમાં ઉપલબ્ધ છે.