PUBG પ્રતિબંધથી હતો ઉદાસ
પોલીસે રવિવારે જણાવ્યું કે, આઈટીઆઈ વિદ્યાર્થી પ્રીતમ હલદરે ચકદાહ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા પુરબા લાલપુરમાં પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી. તેની માતા રત્નાએ જણાવ્યું કે, શુક્રવારે સવારે નાશ્તો કર્યા બાદ હલદર પોતાના રૂમમાં ચાલ્યો ગયો હતો.
તેમણે કહ્યું, “જ્યારે હું તેને બપોરે ભોજન આપવા માટે બોલાવવા ગઈ તો તેનો રૂમ અંદરથી બંધ હતો. વારંવાર ખખડાવવા છતાં દરવાજો ખોલ્યો નહીં તો મેં પાડોશીઓને બોલાવ્યા. તે દરવાજો તોડીને ઓરડામાં ગયા તો જોયું કે તે પંખાથી લટકેલો હતો.” રત્નાએ દાવો કર્યો કે તેનો દીકરો પબજી ન રમવાને કારણે ઉદાસ હતો.
પોલીસે નોંધ્યો કેસ
આ મામલે પોલીસનું કહેવું છે કે તેણે અપ્રાકૃતિક મોતનો કેસ નોંધ્યો છે. પોલીસે જણાવ્યું કે પરિવાર સાથે વાત કર્યા બાદ તેમને લાગે છે કે પ્રીતમે મોબાઈલ ગેમ ન રમવાને કારણે પોતાનો જીવ દીધો છે. નોંધનીય છે કે, સરકારે બુધવારે પબજી સહિત ચીનની 118 એપ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.