WhatsApp:  મેટા-માલિકી ધરાવતી WhatsAppએ જાન્યુઆરી મહિનામાં ભારતમાં 29 લાખથી વધુ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે, જે નવા IT નિયમો 2021ના પાલનમાં ગયા વર્ષે ડિસેમ્બરમાં દેશમાં બ્લોક કરાયેલા 36.77 લાખ એકાઉન્ટ્સ કરતાં ઘણો ઓછો છે. 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરીની વચ્ચે, 2,918,000 WhatsApp એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, કંપનીએ તેના માસિક અનુપાલન અહેવાલમાં આ માહિતી આપી છે. તેમાંથી 1,038,000 એકાઉન્ટ સક્રિય રીતે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા.


કેટલી મળી હતી ફરિયાદ


સૌથી લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ, જે દેશમાં લગભગ 500 મિલિયન વપરાશકર્તાઓ ધરાવે છે, તેને દેશમાં જાન્યુઆરીમાં 1,461 ફરિયાદ અહેવાલો પ્રાપ્ત થયા છે અને 195 પગલાં લેવામાં આવ્યા છે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, રિપોર્ટમાં યુઝર્સની ફરિયાદો અને WhatsApp દ્વારા લેવાયેલા પગલાંની વિગતો તેમજ અમારા પ્લેટફોર્મ પર દુરુપયોગને પહોંચી વળવા માટે WhatsAppના પોતાના નિવારક પગલાંનો સમાવેશ થાય છે.


દરમિયાન, લાખો ભારતીય સોશિયલ મીડિયા વપરાશકર્તાઓને સશક્ત બનાવવાના પગલામાં, ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે મંગળવારે કન્ટેન્ટ અને અન્ય મુદ્દાઓ અંગેની તેમની ચિંતાઓ પર ધ્યાન આપવા માટે ફરિયાદ અપીલ સમિતિ (GAC) ની શરૂઆત કરી. બિગ ટેક કંપનીઓને કાબૂમાં લેવા માટે દેશના ડિજિટલ કાયદાઓને મજબૂત કરવા માટે, નવી રચાયેલી પેનલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના નિર્ણયો સામે વપરાશકર્તાઓ દ્વારા કરવામાં આવેલી અપીલ પર ધ્યાન આપશે.IT મંત્રાલયે ગયા મહિને તાજેતરમાં સંશોધિત IT નિયમો, 2021 હેઠળ જરૂરી ત્રણ ફરિયાદ અપીલ સમિતિઓ (GACs) ની સ્થાપના કરવાની સૂચના આપી હતી.


IOS યૂઝર્સ WhatsApp પર કરી શકે છે આ કમાલનુ કામ, ચેટિંગ થશે વધુ ચટપટી


 ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ કેટલાય નવા ફિચર્સ પર કામ કરી રહ્યું ચે. વૉટ્સએપમાં સ્ટીકરનો ઉપયોગ લોકો આજે ખુબ કરી કરે છે. કોઇ તહેવાર પર લોકો મેસેજની જગ્યાએ આસાન અને સરળ સ્ટીકર મોકલે છે, સ્ટીકર માટે આજે પણ લોકો થર્ડ પાર્ટી એપ પર ડિપેન્ડ રહે છે, પરંતુ હવે વૉટ્સએપ આઇઓએસ યૂઝર્સ માટે એક મોટુ અપડેટ લાવી રહ્યુ છે, જે પછી તે કોઇપણ ફોટોને સ્ટીકરમાં ફેરવી શકશે, એટલે કે આ નવા ફિચરથી ચેટિંગ એક્સપીરિયન્સ વધુ મજેદાર બની જવાનુ છે. 


વૉટ્સએપના ડેવલપમેન્ટ પર નજર રાખનારી વેબસાઇટ wabetainfo અનુસાર, વૉટ્સએપ આઇઓએસ યૂઝર્સને જલદી એક નવુ ફિચર આપશે, જેના દ્વારા તે ગેલેરીની તસવીરોને વૉટ્સએપ સ્ટીકરમાં ફેરવી શકશે. સ્ટીકર મોકલવા પર આ પોતાના સેક્શનમાં સેવ પણ થઇ જાય છે, જેથી વારંવાર તમને આ કામ ના કરવુ પડે. વેબસાઇટ અનુસાર, કેટલાક IOS યૂઝર્સને આ ફિચર દેખાવવા લાગેશે, જ્યારે કેટલાકને આવનારા સમયમાં આ અપડેટ મળશે, કંપનીએ આ અપડેટ વૉટ્સએપના 23.3.77 વર્ઝનમાં આપ્યુ છે. ઉલ્લેખનીય છે કે, IOS 16માં યૂઝર્સ પહેલાથી ફોટોને સબ્જેક્ટથી અલગ કરી શકતા હતા, હવે તે ફોટોને સ્ટીકર તરીકે મોકલી શકશે. 


મળશે કેટલાય વધુ ફિચર્સ -  
આ વર્ષે વૉટ્સએપ યૂઝ્સને કેટલાય નવા ફિચર્સ આપવાનું છે. જલદી એન્ડ્રોઇડ અને આઇઓએસ બન્ને યૂઝર્સને સ્ટેટસનો સપોર્ટ, સ્ટેટસ પર વૉઇસ નૉટ, ટેક્સ્ટ ફોન્ટમાં ફેરફાર વગેરેમાં કેટલાય બેસ્ટ ફિચર્સ મળશે. સાથે જ યૂઝર્સ પોતાની જાતે ડિલીટ થનારા મેસેજને પણ હવે સેવ કરી શકે છે. આ માટે કંપની 'કેપ્ટ મેસેજ' નામથી એક ફિચર આપવાની છે.