WhatsApp AI News: દુનિયાની સૌથી વધુ પૉપ્યૂલર ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ (WhatsApp) પર લાખોની સંખ્યામાં યૂઝર્સે દિવસભર એક્ટિવ રહે છે, હવે કંપનીએ પોતાના યૂઝર્સને વધુ એક મોટુ અપડેટ આપ્યુ છે, અને આ અપડેટમાં એઆઇની ફેસિલિટી આપી છે. વૉટ્સએપે પોતાના બીટા યૂઝર્સ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સ્ટિકર્સ (WhatsApp AI-જનરેટેડ સ્ટિકર્સ) (WhatsApp AI-generated stickers) લૉન્ચ કર્યા છે. કંપની હાલમાં આ સ્ટીકરને બધા જ યૂઝર્સ માટે ટ્રાયલ કરી રહી છે. આગામી દિવસોમાં તે બધા માટે ઉપલબ્ધ થશે. હાલમાં બીટા યૂઝર્સ આનો ઉપયોગ કરી શકે છે. Newsbytesapp ના સમાચાર અનુસાર, AI સ્ટીકર એ ખરેખરમાં એક એવી ફેસિલિટી છે જે યૂઝર્સને ટેક્સ્ટ સિગ્નલના આધારે પર્સનલ સ્ટીકર બનાવવા અને શેર કરવાની પરમીશન આપે છે.
એન્ડ્રોઇડ બીટા ચેનલ પર થઇ રહ્યો છે ટ્રાયલ -
લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે, આ નવી વર્કિંગ કેપેસિટી મિડજૉર્ની કે ઓપન-એઆઇના DALL-E મૉડલ જેવી લાગે છે. તે WhatsAppની એન્ડ્રોઇડ બીટા ચેનલ પર ટ્રાયલ કરતી જોવા મળી હતી. જોકે, WhatsApp દ્વારા ઉપયોગમાં લેવાતું વિશિષ્ટ જેનરિક AI મૉડલ અજ્ઞાત છે. WABetaInfo દાવો કરે છે કે તે Meta દ્વારા ઓફર કરવામાં આવેલી સુરક્ષિત ટેકનોલોજીનો ઉપયોગ કરે છે.
સ્ટિકર આસાનીથી ઓળખી શકશો -
WABetaInfo કહે છે કે આ ફેસિલિટી ઇન-એપ સ્ટીકર પેનલથી ઉપલબ્ધ છે. તમે તમારી પસંદગી દર્શાવીને સમાન સ્ટીકર મેળવી શકો છો. WhatsApp તમારી પસંદગીનું સ્ટીકર જનરેટ કરશે, જેને તમે ચેટમાં પૉસ્ટ અને શેર કરી શકો છો. આ સ્ટિકર્સ (AI-જનરેટેડ સ્ટિકર્સ) (AI-generated stickers) આસાનીથી ઓળખી શકાય છે. આ સૂચવે છે કે ત્યાં કોઈ લેબલ અથવા સંકેત હોઈ શકે છે કે સ્ટીકરો AI નો ઉપયોગ કરીને જનરેટ કરવામાં આવ્યા હતા.
ખોટા સ્ટિકર્સ માટે કરી શકો છો રિપોર્ટ -
જો યૂઝરને સ્ટિકરો સાચા ના લાગે તો તે તે સ્ટીકર (WhatsApp AI-જનરેટેડ સ્ટીકરો)ની જાણ કરી શકે છે. AI-જનરેટેડ સ્ટીકરોની રજૂઆતથી તે કેવા પ્રકારની સામગ્રી જનરેટ કરશે તે અંગે ચિંતા ઊભી કરી છે. યૂઝર્સ પાસે ખોટા સ્ટીકરોની જાણ કરવાનો ઓપ્શન હોય છે, પરંતુ એઆઈ-જનરેટેડ સ્ટીકરો માટે શું સુરક્ષા પગલાં લેવામાં આવશે તે હજુ સ્પષ્ટ નથી.