WhatsApp: નવા IT નિયમો-2021 બાદ તમામ મોટી સોશિયલ મીડિયા કંપનીઓએ દર મહિને રિપોર્ટ જાહેર કરવાનો હોય છે. આ સંદર્ભમાં મેટા-માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપે ઓગસ્ટ મહિના માટે રિપોર્ટ બહાર પાડ્યો છે અને કંપનીએ ઓગસ્ટ મહિનામાં ભારતમાં 74 લાખથી વધુ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.


વોટ્સએપે તેના મંથલી કમ્પ્લાયન્સ રિપોર્ટમાં જણાવ્યું હતું કે ઓગસ્ટમાં તેણે 74,20,748 એકાઉન્ટ પર પ્રતિબંધ મુક્યો હતો. તેમાંથી લગભગ 35,06,905 એકાઉન્ટ્સ કોઈપણ ફરિયાદ વિના પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા.


વોટ્સએપને ઓગસ્ટમાં રેકોર્ડ 14,767 ફરિયાદો મળી


લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપને ઓગસ્ટમાં રેકોર્ડ 14,767 ફરિયાદ મળી હતી અને 71 પર કાર્યવાહી કરી હતી. કંપનીના જણાવ્યા અનુસાર, રિપોર્ટમાં યુઝર્સ તરફથી મળેલી ફરિયાદો અને WhatsApp દ્વારા લેવામાં આવેલા પગલાંની વિગતો તેમજ તેના પ્લેટફોર્મ પર દુરુપયોગને પહોંચી વળવા માટે WhatsAppના પોતાના નિવારક પગલાંનો સમાવેશ થાય છે. વધુમાં કંપનીને ઓગસ્ટમાં દેશમાં ગ્રીવેન્સ અપીલેટ કમિટી તરફથી માત્ર એક જ આદેશ મળ્યો હતો, જેનું તેણે પાલન કર્યું હતું.


નવા આઈટી નિયમ 2021 શું છે


નોંધનીય છે કે નવા આઈટી નિયમો 2021 હેઠળ 50 લાખથી વધુ યુઝર બેઝ ધરાવતી દરેક સોશિયલ મીડિયા કંપનીએ દર મહિને એક વિગતવાર રિપોર્ટ શેર કરવાનો રહેશે, જેમાં તેને જાહેરમાં જણાવવું પડશે કે સમગ્ર મહિના દરમિયાન યુઝર્સ તરફથી મળેલી ફરિયાદો પર શું કાર્યવાહી કરવામાં આવી છે? ભારતમાં WhatsAppના લગભગ 50 કરોડ યુઝર્સ છે.


આ બધાની વચ્ચે એક સમાચાર આવી રહ્યા છે, જે મુજબ કેટલાક સ્માર્ટફોન 24 ઓક્ટોબર પછી WhatsAppને સપોર્ટ કરશે નહીં. જો તમારી પાસે પણ આવો જ મોબાઈલ છે તો આવનારા દિવસોમાં તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 24 ઓક્ટોબર પછી WhatsApp જૂના એન્ડ્રોઇડ અને iOS વર્ઝનને સપોર્ટ કરશે નહીં. એટલા માટે અમે તમારા માટે તે જૂના ફોનનું લિસ્ટ લાવ્યા છીએ, જેને જાણીને તમે તમારો જૂનો ફોન બદલી શકો છો અને 24 ઓક્ટોબર પછી પણ WhatsAppનો ઉપયોગ કરી શકો છો.


WhatsApp  ફોનને સપોર્ટ કરશે નહીં


રિપોર્ટ અનુસાર, Android OSના વર્ઝન 4.1માં WhatsApp સપોર્ટ બંધ થઈ જશે. સેમસંગ ગેલેક્સી નોટ 2 સહિત કુલ 16 ફોન આ યાદીમાં સામેલ છે. જો તમે પણ તમારો જૂનો ફોન અપડેટ કર્યો નથી, તો તમે WhatsAppનો ઉપયોગ કરી શકશો નહીં.