WhatsAppએ સપ્ટેમ્બરમાં પોલિસીનો ભંગ કરનારા 85 લાખથી વધુ ભારતીય WhatsApp એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. કંપનીએ તેના માસિક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કર્યો છે. યુઝર્સની સુરક્ષા વધારવા અને પ્લેટફોર્મનો દુરુપયોગ રોકવા માટે કંપનીએ આ પગલું ભર્યું છે. આ પહેલા ઓગસ્ટમાં ભારતમાં 84 લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
વોટ્સએપના રિપોર્ટ અનુસાર, 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બરની વચ્ચે વોટ્સએપે 85,84,000 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે, જેમાંથી 16,58,000 એકાઉન્ટ્સ યુઝર્સ તરફથી કોઈ રિપોર્ટ મળતા અગાઉ બંધ કરી દેવામાં આવ્યા હતા. 600 મિલિયનથી વધુ યુઝર્સ ધરાવતા WhatsAppને સપ્ટેમ્બર મહિનામાં 8,161 ફરિયાદો મળી હતી, જેમાંથી 97 પર કાર્યવાહી કરવામાં આવી છે.
કંપનીએ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવાનો જવાબ આપ્યો
એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવવા અંગે કંપનીએ કહ્યું કે, "અમે અમારા કામમાં પારદર્શિતા જાળવીશું અને ભવિષ્યના રિપોર્ટમાં અમારા પ્રયાસો વિશેની માહિતી સામેલ કરીશું. WhatsAppએ કહ્યું, "અમે યુઝર્સને એપની અંદર કોઈપણ કોન્ટેક્ટને બ્લોક કરવાની અને રિપોર્ટ કરવાની સુવિધા આપીએ છીએ. "અમે યુઝર્સની પ્રતિક્રિયા પર પૂરતું ધ્યાન આપીએ છીએ અને ખોટી માહિતી અટકાવવા, સાયબર સુરક્ષાને પ્રોત્સાહન આપવા અને ચૂંટણીની અખંડિતતા જાળવવા નિષ્ણાતો સાથે જોડાઈએ છીએ."
આ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે
નોંધનીય છે કે કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રાલયે 2021માં IT નિયમો લાગુ કર્યા હતા. આ હેઠળ 50 લાખથી વધુ યુઝર્સ ધરાવતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે માસિક અહેવાલો જાહેર કરવા ફરજિયાત છે. આ રિપોર્ટમાં યુઝર્સની ફરિયાદો અને તેના પર કરવામાં આવેલી કાર્યવાહીની દરેક વિગતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી ઇન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમો, 2021 ના નિયમ 4(1)(D) અને નિયમ 3A(7) હેઠળ લેવામાં આવી છે. આનો અમલ યુઝર્સની સલામતી સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવ્યો છે.
BSNL 5G Launch Date: BSNL 5G સેવાના લોન્ચ પર આવ્યું મોટું અપડેટ, લોન્ચ તારીખ કરાઇ જાહેર!