WhatsApp Channel Updates News: ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપે થોડા સમય પહેલા ટેલિગ્રામની જેમ ચેનલ ફિચરને ભારતમાં લાઇવ કરી દીધું છે. હવે આની મદદથી ક્રિએટર્સ અને સેલેબ્સ નંબર શેર કર્યા વિના એકબીજા સાથે કનેક્ટ થઈ શકે છે. આમાં બંનેની પર્સનલ ડિટેલ્સ સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે. કંપનીએ અપડેટ્સ ટેબ હેઠળ નવી વૉટ્સએપ ચેનલ સુવિધા આપી છે અને તમે અહીંથી કોઈપણ ચેનલમાં જોડાઈ શકો છો અથવા નવી ચેનલ સર્ચ કરી શકો છો. આ દરમિયાન કંપની ચેનલમાં કેટલાક અપડેટ્સ આપવા જઈ રહી છે.


વૉટ્સએપના ડેવલપમેન્ટ પર નજર રાખતી વેબસાઈટ Wabetainfoના એક રિપોર્ટ અનુસાર, કંપની ચેનલ એડમિન્સને બે નવા ફિચર્સ આપવા જઈ રહી છે, જેની મદદથી તેઓ ચેનલ પર યૂઝર એંગેજમેન્ટ અને ફોલૉઅર્સ વધારી શકે છે. ખરેખર, હાલમાં ચેનલ ફિચર હેઠળ એડમિનિસ્ટ્રેટર્સ માત્ર ટેક્સ્ટ મેસેજ, ફોટો, વીડિયો અને GIF શેર કરી શકે છે. હવે કંપની આમાં વધુ બે ફિચર્સ આપવા જઈ રહી છે અને ટૂંક સમયમાં ચેનલ એડમિન પણ વૉઈસ નૉટ અને સ્ટીકર મોકલી શકશે. હાલમાં આ અપડેટ એન્ડ્રોઇડ બીટાના વર્ઝન 2.23.23.2માં જોવામાં આવ્યું છે. આવનારા સમયમાં કંપની આ અપડેટને દરેક માટે લાઈવ કરી શકે છે.


જો તમે પણ વૉટ્સએપના તમામ નવા ફિચર્સ મેળવવામાં પ્રથમ બનવા માંગો છો, તો તમે કંપનીના બીટા પ્રોગ્રામ માટે રજિસ્ટ્રેશન કરાવી શકો છો. કંપની iOS, Android, ડેસ્કટૉપ અને વેબ પર બીટા પ્રૉગ્રામ્સ ઓફર કરે છે. વૉટ્સએપ ચેનલ હેઠળ તેની સાથે સંકળાયેલા યૂઝર્સ અથવા ફોલોઅર્સ ફક્ત ઇમૉજી દ્વારા સંદેશાઓ પર પ્રતિક્રિયા આપી શકે છે.


ગયા અઠવાડિયે લૉન્ચ કર્યુ છે આ ફિચર 
વૉટ્સએપે ગયા અઠવાડિયે મલ્ટીપલ એકાઉન્ટ્સ નામનું ફિચર લૉન્ચ કર્યું છે. તેની મદદથી યૂઝર્સ એક એપ પર બે એકાઉન્ટ ઓપન કરી શકે છે. એટલે કે જેમ તમે ઇન્સ્ટાગ્રામ પર બે એકાઉન્ટ સ્વિચ કરી શકો છો, તે જ રીતે હવે તમે WhatsApp પર પણ કરી શકશો. હવે તમારે તમારા સ્માર્ટફોનમાં બે મોબાઈલ ફોન કે બે એપ રાખવાની જરૂર નથી.