આણંદમાં આંકલાવ શહેર કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહના ઘરેથી વિદેશી દારૂ ઝડપાતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે, અનૈતિક પ્રવૃતિ કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.


રાજ્યમાં વધુ એક નેતાના કારસ્તાનનો પર્દાફાશ થયો છે.આણંદના આંકલાવ શહેર કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ પરમારને તેમના પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. આંકલાવ પોલીસને કોંગ્રેસ પ્રમુખના ઘરેથી વિદેશી દારૂની બોટલો તેમજ બિયરના ટિન મળી આવ્યા હતા. પોલીસે વિદેશી દારૂ અને બિયર સહિત એક બાઈક અને મોબાઈલ જપ્ત કર્યાં છે. પોલીસે કુલ 95 હજાર 700 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત ત્રણ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.                            


તો બીજી તરફ જૂનાગઢમાં ભાજપ  નગરસેવિકાના બૂટલેગર પતિની 1.82 કરોડની મિલ્કત જપ્ત કરી લેવામાં આવી છે. દારૂના કેસમાં હાજર ન થતા માણાવદર કોર્ટે હુકમ કર્યો હતો. ધીરેન કારિયાનો રાયજીબાગસ્થિત 1 કરોડનો ફ્લેટ અને ખામધ્રોળ રોડ પરના 4 પ્લોટમાં આવેલાં ગોડાઉન સીલ કરાયા છે અને  2  વાહન પણ કબ્જે કરવામાં આવ્યાં છે.                                                                                                                                              


આ પણ વાંચો


રાજ્યમાં હાર્ટથી વધુ એક યુવતીએ ગુમાવી જિંદગી, 18 વર્ષિય જિજ્ઞાનું ઊંઘમાં જ હૃદય થઇ ગયું બંધ


આણંદના આંકલાવ શહેર કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહના ઘરેથી દારૂ ઝડપાયા બાદ પદ પરથી હકાલપટ્ટી


Death: હાર્ટ એટેકથી વધુ એક મોત, જામનગરનો 37 વર્ષીય યુવાન છાતીમાં દુઃખાવો ઉપડતા ઢળી પડ્યો


Flyover Bridge: અમદાવાદમાં 75 કરોડના ખર્ચે બનનારા વધુ એક ફ્લાયઓવર બ્રિજને મંજૂરી, આ ચાર એપ્રૉચને જોડશે


Crime News: 13 વર્ષની પૌત્રીએ દાદીનું ગળુ દબાવી કરી નાખી હત્યા, કારણ જાણીને આપ દંગ રહી જશો