નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppનુ ડિસઅપેયરિંગ મેસેજ ફિચર હવે આને iOS યૂઝર્સ માટે રૉલઆઉટ કરવામાં આવી રહ્યું છે. વૉટ્સએપના નવા અપડેટ્સ અને ફિચર્સ પર નજર રાખનારા પ્લેટફોર્મ WABetaInfoએ તાજેતરમાં જ બતાવ્યુ કે નવુ ફિચર હવે iOS બીટા યૂઝ્સ માટે રૉલઆઇટ થઇ રહ્યું છે, જે પછી તમે પણ બીટા યૂઝર્સ છો તો તમે પણ કોઇપણ એપલ ડિવાઇસમાંઆ ફિચરનો યૂઝ કરી શકો છો. એન્ડ્રોઇડમાં આ ફિચર યૂઝર્સને પહેલાથી જ આપવામા આવી રહ્યું છે.
ટેસ્ટિંગ ફેઝમાં છે બીટા વર્ઝન-
WABetaInfo અનુસાર iOS પર વૉટ્સએપ ડિસઅપેયરિંગ મેસેજ ફિચરને હજુ પણ બીટા યૂઝર્સ માટે ટેસ્ટ કરવામા આવી રહ્યું છે. જેનાથી જાણી શકાય છે કે આ ફિચર જલ્દી આઇઓએસ યૂઝર્સ માટે પબ્લિકલી રૉલઆઉટ કરવામાં આવશે. જોકે આની હજુ સુધી ઓફિશિયલ લૉન્ચ ડેટનો ખુલાસો નથી થયો.
iOS યૂઝર્સ માટે થયુ રૉલઆઉટ-
WhatsAppનુ ડિસઅપેયરિંગ મેસેજ ફિચર iOS બીટા વર્ઝન માટે અલગ અલગ ફેઝમાં રિલીઝ થઇ રહ્યું છે. મતલબ જો તમે iOS બીટા યૂઝર છો અને તમને ડિસઅપેયરિંગ ફિચર નથી મળ્યુ, તો નવા અપડેટમાં મળી જશે. સાથે આના માટે એપ સ્ટૉર પર જઇને એપનુ લેટેસ્ટ વર્ઝન અપડેટ કરવુ પડશે. જો તમારા ફોનમાં લેટેસ્ટ બીટા વર્ઝન ઇન્સ્ટૉલ થશે ત્યારે જ નવા ફિચર બીજાઓથી પહેલા મળશે.
આ રીતે કરે છે કામ-
WhatsAppનુ Disappearing message ફિચર ટેક્સ્ટની સાથે સાથે વીડિયો, ઓડિયો અને બીજી ફાઇલ્સ એક નક્કી સમય બાદ ઓટોમેટિક ડિલીટ થઇ જાય છે. આ ફિચર ઓન હોવા પર મોકલવામાં આવેલા મેસેજો અને બીજી મીડિયા ફાઇલ્સ સાત દિવસ બાદ ડિલીટ થઇ જાય છે.