અમેરિકામાં કોરોનાના સંક્રમણના કેસ ઓછા કરવા માટે ફાઇઝરે તેમના બૂસ્ટર ડોઝ આપવાની યોજના બનાવી હતી. તો અમેરિકી સ્વાસ્થ્ય વિભાગે ફાઇઝરની વેક્સિન લેનારને બૂસ્ટર ડોઝની જરૂરી ન હોવાની જાહેરાત કરી છે.


દુનિયાભરમાં કોરોના સંક્રમણના કેસ વધીને 18 કરોડ 80 લાખને પાર થઇ ચૂક્યાં છે. તો સૌથી પ્રભાવિત દેશોમાં અમેરિકા પહેલા સ્થાને છે. સોમવારે અમેરિકા સ્વાસ્થ્ય અધિકારીઓએ  વેક્સિન નિર્માતા ફાઇઝર કરેલી બેઠકમાં  બૂસ્ટર ડોઝને લઇને મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. અમેરિકી સ્વાસ્થ્ય અને માનવ સેવાના પ્રવક્તા વિભાગે કહ્યું કે, જે લોકોએ ફાઇઝરના બંને ડોઝ લીધા છે તેમણે બૂસ્ટર ડોઝ લેવાની જરૂરત નથી રહેતી.


ફાઇઝરે બૂસ્ટર ડોઝની મંજૂરીની કાર્યવાહી પણ શરૂ કરી દીધી હતી.  ફાઇઝરે એવો દાવો કર્યો હતો કે, બૂસ્ટર ડોઝથી કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી રક્ષણ મળશે.


અમેરિકા સ્વાસ્થ્ય વિભાગે એચએચએસ અધિકારીઓ સાથે સોમવારે ફાઇઝર સાથે રસીકરણ પર તેમના શરૂઆતના આંકડા વિશે  એક બ્રિફિંગ પણ કર્યુ હતું અને ભવિષ્યમાં બૂસ્ટર ડોઝની જરૂરિયાત ક્યારે હશે તેના પર ચર્ચા ચાલુ રહેશે તેવી સ્પષ્ટતા કરી હતી.


ફાઇઝરના પ્રવકતા શેરોન કૈસ્ટોલોએ કહ્યું કે, તેમણે એક  પીયર-રીવ્યૂ જર્નલમાં નિશ્ચિત ડેટા પ્રકાશિત કરવાની યોજના બનાવી છે.ફાઇઝરના પ્રવક્તાએ કહ્યું કે, ફાઇઝર અને અમેરિકી  સરકાર બંને વાયરસથી આગળ રહેવા માટે સતત પ્રયત્નશીલ છે. જેથી સંક્રમણને રોકી શકાય.


કોરોના વાયરસનો ડેલ્ટા વેરિયન્ટ જે ભારતમાં પહેલા જોવા મળ્યો હતો અને હવે દુનિયાના અન્ય દેશોમાં કોરોના સંક્રમણનું કારણ બન્યું છે. જેને લઇને દેશોમાં ઉપલબ્ધ રસીની પર્યોપ્ત સુરક્ષાને લઇને સવાલ થઇ રહ્યાં છે. નિષ્ણાતનું કહેવું છે કે, જો હોસ્પિટલમાં ભરતી થવાની અને વેક્સિનેટ લોકોના મૃત્યનું સંખ્યા વધશે તો બૂસ્ટર ડોઝની જરૂરત પડી શકે છે.


ભારતમાં અત્યાર સુધીમાં કુલ 38,14,67,646 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 40,65,862 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.