ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp પોતાની પ્રાઈવેસી પોલિસીને લઈને વિવોદામાં છે. આ વિવાદની વચ્ચે કંપનીએ કેન્દ્ર સરકારેની નવા ગાઈડલાઈન સ્વીકારી લીધી છે. જોકે કંપનીએ પહેલા આ ગાઇડલાઈનને લઈનો પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે આ બધાને વચ્ચે વોટ્સએપે પોતાની પ્રાઈવેસી પોલિસીને લઈને નવું નિવેદન આપ્યું છે, જે બાદ યૂઝર્સને કેટલીક રાહત મળી શકે છે.


પહેલા આ નિવેદન હતું


WhatsAppએ પોતાની નવી પ્રાઈવેસી પોલિસી ન સ્વીકારનાર યૂઝર્સ માટે કહ્યું હતું કે જો પ્રાઈવેસી પોલિસીને સ્વીકારશે નહીં તો યૂઝર્સનું એકાઉન્ડ ડિલિટ કરી દેવામાં આવશે. બાદમાં હોબાળો થવા પર કંપનીએ કહ્યું હતું કે આવા યૂઝર્સનું એકાઉન્ડ ડિલિટ નહીં કરે પરંતુ પ્રાઈવેસી પોલિસી ન સ્વીકારનાર યૂઝર્સની કેટલીક સુવિધાઓ રોકી દેવામાં આવશે. એટલે કે એવા યૂઝર્સ કોલ ને મેસેજ જેવી સુવિધાઓનો લાભ નહીં લઈ શકે.


WhatsAppએ હવે આ નિવેદન આપ્યું


WhatsAppએ પોતાના નવા નિવેદનમાં કહ્યું છે કે, જો યૂઝર્સ નવી પ્રાઈવેસી પોલિસી નહીં સ્વીકારે તો પણ તેની સુવિધાઓ અટકાવવામાં નહીં આવે અને તે ચાલુ જ રહેશે. તેનો મતલબ એ છે કે નવી પોલિસી નહીં સ્વીકારે તો પણ યૂઝર્સ માટે કંપની કોઈપણ ફીચર બંધ નહીં કરે. વોટ્સએપના આ નિવેદન બાદ એવા યૂઝર્સને રાહત મળશે જે નવી પ્રાઈવેસી પોલિસીને સ્વીકારવામાં અસમર્થ હતા.


કરતા રહેશે એલર્ટ


WhatsApp આ જાહેરાતની સાથે જ એ પણ કહ્યું છે કે, ભલે યૂઝર્સના ફીચર્સ બંધ કરવામાં ન આવે પંરતુ નવી પ્રાઈવેસી પોલિસીને લઈને યૂઝર્સને એલર્ટ આપતું રહેશે. કંપનીએ એ પણ દાવો કર્યો છે કે, મોટાભાગના યૂઝર્સે નવી પ્રાઈવેસી પોલિસી સ્વીકારી લીધી છે.


Instagram અને Facebook માટે લૉન્ચ થયા નવા ફિચર્સ, જાણો કેવી રીતે કરશો યૂઝ


Oppo લૉન્ચ કરશે પોતાનો બજેટ સ્માર્ટફોન, ઓછી કિંમતમાં મળશે લેટેસ્ટ ફિચર્સ