નવી દિલ્હી: લોકપ્રિય એપ WhatsAppની નઈ પ્રાઈવસી પોલિસીનો વિરોધ થઈ રહ્યો છે પરંતુ આ એપની લોકોને ટેવ પડી ગઈ છે. વૉટ્સએપ પર નવા નવા ફિચર્સ આવતા રહે છે, ત્યારે જલ્દીજ WhatsAppમાં વધુ એક નવું ફિચર આવી રહ્યું છે. જેની મદદથી યૂઝર્સને WhatsApp પર આવતા સતત મેસેજથી છૂટકારો મળશે. જે ફિચરની લાંબા સમયથી માંગ હતી તે લોગ આઉટ ફીચર ટૂંક સમયમાં યૂઝર્સ માટે રોલ આઉટ કરવામાં આવશે.
ફેસબુકની જેમ કરી શકાશે લોગ આઉટ
WhatsApp પર આપણે 24x7 લોગ ઈન રહીએ છીએ. જેના કારણે આપણે વોટ્સએપ પર મેસેજીસ આવતા રહે છે. તેનાથી બચવા માટે માત્ર બે જ રીત હતી, કાં તો ફોનનો ડેટા બંધ રાખો અથવા એપ્લિકેશનને delete કરી નાખો. પરંતુ હવે યુઝર્સ ફેસબુકની જેમ WhatsAppને લોગઆઉટ કરી શકશે.
WhatsAppનું નવું લોગ આઉટ ફીચર WhatsApp મેસેન્જર અને WhatsApp બિઝનેસ બન્ને વર્ઝનમાં આપવામાં આવશે. એપલ અને એન્ડ્રોઈડ યૂઝર્સ બન્ને આ ફીચરનો ઉપયોગ કરી શકશે. જો કે, આ ફીચરની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ રિપોર્ટ્સ અનુસાર જલ્દીજ યુઝર્સ માટે રોલ આઉટ કરવામાં આવશે.
WhatsAppમાં આવી રહ્યું છે આ ખાસ ફીચર, Facebookની જેમ કરી શકાશે Log Out
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Feb 2021 02:20 PM (IST)
WhatsAppનું નવું લોગ આઉટ ફીચર WhatsApp મેસેન્જર અને WhatsApp બિઝનેસ બન્ને વર્ઝનમાં આપવામાં આવશે. એપલ અને એન્ડ્રોઈડ યૂઝર્સ બન્ને આ ફીચરનો ઉપયોગ કરી શકશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -