નવી દિલ્હી:  WhatsApp પોતાના યૂઝર્સને નવા નવા ફિચર્સ આપતું રહે છે. ત્યારે હવે વધુ એક ખાસ ફિચર લાવી રહ્યું છે. જેનાથી યૂઝર્સ એપની અંદર અલગ અલગ કલર ઓપ્શન પસંદ કરી શકશે.  નવા ફીચરથી યૂઝર્સ ચેટબોક્સમાં ટેક્સ મેસેજના કલર બદલી શકશે. 



વેબસાઈટ  WABetaInfoએ તેની જાણકારી ટ્વિટર પર આપી છે. પોતાના ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, વોટ્સએપ (WhatsApp) હાલમાં આ ફીચર પર કામ કરી રહ્યું છે. જો કે, આ ફીચર ક્યાંરે રોલઆઉટ થશે. તેની જાણકારી હાલમાં આપવામાં નથી. 



WABetaInfoએ  પોતાના ટ્વિટમાં એપના ફીચરની તસવીર પણ પોસ્ટ કરી છે. સ્ક્રીનશોટમાં એક ચેટબોક્સમાં ટેક્સને યેલો અને ગ્રીન કલરમાં નવા કલર સાથે જોઈ શકાય છે. તસવીરમાં દેખાડવામાં  આવેલા આ ચેટ મેસેજ સિસ્ટમ મેસેજ છે જે યૂઝર એકાઉન્ટના બિઝનેસ  એકાઉન્ટ હોવાની જાણકારી આપે છે. 



એક યૂઝરના તમામ મેસેજનો એક કલર હોઈ શકે છે 


હાલ આપણે માની શકીએ છે કે, કલર બદલવાનું ફીચર આપણને અલ્ટરનેટિવ ટેક્સ્ટ મેસેજ માટે ઓપ્શનલ તરીકે મળશે. આ કોન્ટેક્ટ સ્પેસિફિક કલર શેડ્સ્ને પણ ઈનેબલ કરી શકે છે. જેનો એર્થ એ છે કે ચેટમાં એક વ્યક્તિના તમામ મેસેજ એક કલરમાં હશે. એવામાં એક્ટિવ વોટ્સએપ ગ્રુપ (WhatsApp Group) માટે આ ફિચર એક મહત્વનું રહેશે જેમાં મેમ્બર એક સાથે મેસેજ પોસ્ટ કરે છે. ત્યારે આ પ્રકારના ગ્રુપના દરેક મેમ્બરના મેસેજને સારી રીતે ઓળખવામાં મદદ મળશે. 
 


WhatsAppમાં આવી રહ્યું છે Facebookનું આ ખાસ ફિચર


ખરેખરમાં આપણે વૉટ્સએપ (WhatsApp) પર 24x7 લૉગ ઇન રહો છો, જેના કારણે આપણા વૉટ્સએપ પર સતત મેસેજ આવતા રહે છે. આનાથી બચવાના બે જ રસ્તાં હતા, યા તો ફોનનો ડેટા બંધ રાખો કે પછી એપ ડિલીટ કરી દો. પરંતુ હવે યૂઝર્સ વૉટ્સએપને પણ ફેસબુકની (Facebook) જેમ લૉગ આઉટ કરી શકશો, અને ઇચ્છો ત્યારે લૉગ ઇન કરી શકશો.   આ ફિચર જલ્દી યૂઝર્સ માટે રૉલઆઉટ કરવામાં આવી શકે છે. 


WhatsAppની મદદથી પણ કરી શકાય છે રૂપિયાની આસાનીથી લેવડદેવડ, જાણો આ શાનદાર ફિચર્સ વિશે.....