WhatsAppએ આ મહિનાની શરૂઆતમાં નવી પ્રાઈવસી પોલિસી (whatsapp new privacy policy)ને લઈને પોતાના યૂઝર્સ માટે 15 મેની સમયમર્યાદા સમાપ્ત કરી દીધી છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, જો યૂઝર્સ 15 મે સુધીમાં તેની નવી પોલિસી સ્વીકારે નહીં, તો ફંક્શન પર અસર નહીં થાય. જો કે, આનો અર્થ એ નથી કે યૂઝર્સે નવી પ્રાઈવસી પોલિસી અપડેટ સ્વીકારવાની રહેશે નહીં. જ્યાં સુધી નવી પ્રાઈવસી પોલિસી એક્સેપ્ટ નહીં કરવામાં આવે ત્યાં સુધી યૂઝર્સ તેમના વ્હોટ્સએપ એકાઉન્ટ સાથે સંપૂર્ણ રીતે કામ કરી શકશે નહીં.



એકાઉન્ટ નહીં થાય ડિલીટ


કંપનીનું કહેવું છે કે, આ અપડેટને કારણે કોઈ પણ એકાઉન્ટ ડિલીટ થશે નહીં અને 15 મેના રોજ વોટ્સએપની કાર્યક્ષમતા પણ ખતમ નહીં થાય. નવી પ્રાઈવસી પોલિસી સ્વીકારવા માટે 15 મે પછી કંપની દ્વારા પ્રાઈવસી પોલિસી એક્સેપ્ટ કરવાની એક નોટિફિકેશન મોકલવામાં આવશે. કંપની તમને ફરીથી પોલિસી સ્વીકારવાની યાદ અપાવવા માટે રિમાઇન્ડર્સ મોકલતી રહેશે.


કંપનીના જણાવ્યા અનુસાર, "જ્યાં સુધી તમે અપડેટ સ્વીકારશો નહીં ત્યાં સુધી તમને વોટ્સએપ પર મર્યાદિત કાર્યક્ષમતાનો સામનો કરવો પડશે." જો નવી પ્રાઈવસી પોલિસી સ્વીકારવામાં ન આવે તો, કંપની કેટલીક સુવિધાઓ બંધ કરશે. હાલમાં આ રીમાઇન્ડર્સ તમને ક્યારે મોકલવામાં આવશે તેની કોઈ અંતિમ તારીખ નથી. 


ચેટ લિસ્ટ નહીં એક્સેસ કરી શકો


થોડા સમય બાદ યૂઝર્સ તેમની ચેટ લિસ્ટને એક્સેસન નહી કરી શકે, એટલે કે, તમે કોઈને મેસેજ મોકલવા માટે સમર્થ હશો નહીં. પરંતુ તમે ઇનકમિંગ ફોન અને વિડિયો કોલ્સનો જવાબ આપી શકશો. 


યૂઝર મિસ્ડ કોલ અથવા વીડિયો કોલ પર ફરી કોલ કરવા માટે તેના પર ટેપ કરી શકશે. વોટ્સએપ થોડાક અઠવાડિયા બાદ આ યૂઝર્સના ફોન પર મેસેજ અને કોલ મોકલવાનું બંધ કરી દેશે. 


યૂઝર્સ Android અથવા આઇફોન પર ચેટ હિસ્ટ્રી એક્સપોર્ટ કરી શકશે


જે યૂઝર્સ પ્રાઈવસી પોલિસીને સ્વીકારવા માંગતા નથી, તેમની પાસે Android અથવા આઇફોન પર તેમની ચેટ હિસ્ટ્રી એક્સપોર્ટ કરવા માટે અને એકાઉન્ટ રિપોર્ટ ડાઉનલોડ કરવાનો વિકલ્પ છે.
 
આ યૂઝર્સના એકાઉન્ટ પર લાગુ થશે ઈનએક્ટિવ પોલિસી 


વારંવાર રિમાઇન્ડર્સ મોકલ્યા બાદ પણ જે યૂઝર્સ નવી પ્રાઈવસી પોલિસીને એક્સેપ્ટ નહીં કરે તો છેવટે ઈનએક્ટિવ યૂઝર્સ સંબંધિત વોટ્સએપની પોલિસી લાગુ થશે.