વોટ્સઅપ બિઝનેસ એકાઉન્ટ માટે આ છે મત
13 જાન્યુઆરીએ બહાર પાડવામાં આવેલ LocalCirclesના સર્વેમાં કહેવામાં આવ્યું હતું કે વોટ્સઅપની નવી પ્રાઇવેસી પોલિસી બાદ એપ યૂઝર્સ પોતાના વોટ્સઅપ બિઝનેસ અને વોટ્સઅપ પે સર્વિસની સાથે કેવી રીતે કરશે દેશભરમાંથી 24,000 લોકોનો સર્વો કર્યા બાદ જાણવા મળ્યું કે 15 ટકા યૂઝર્સે સંકેત આપ્યા કે તે વોટ્સઅપનો ઉપયોગ કરવાનું બંધ કરી દેશે અને બીજા પ્લેટફોર્મ પર શિફ્ટ થશે. 67 ટકા યૂઝર્સે કહ્યું કે, જો તે ફેસબુક અથવા થર્ડ પાર્ટીની સાથે વોટ્સઅપ બિઝનેસ એકાઉન્ટ પર ટ્રાન્ઝેક્શનની જાણકારી શેર કરે છે તો તે બિઝનેસ ચેટ બંદ કરી દેશે. જ્યારે 91 ટકા યૂઝર્સ એવા પણ છે જેમણે કહ્યું કે, જો પેમેન્ટ અને ટ્રાન્ઝેક્શનની જામકારી શેર કરે છે તો તેની પેમેન્ટ સર્વિસનો ઉપયોગ નહીં કરે.
5 ટકા યૂઝર્સે ડિલીટ કર્યું વોટ્સઅપ
હવે જ્યારે વોટ્સઅપની નવી પ્રાઇવેસી પોલિસીને ત્રણ સપ્તાહનો સમય થઈ ગયો છે. એવામાં LocalCirclesના સર્વેમાં પાંચ ટકા ભારતીયોએએ કહ્યું કે, તેઓ ઓપ્શનલ એપ એટલે કે બીજી એપ ડાઉનલોડ કરી છે અને તેને એક્ટિવલી યૂઝ કરવાનું શરૂ પણ કરી દીધું છે સાથે જ વોટ્સઅપ ડિલીટ કરી દીધું છે. આ સર્વે અનુસાર 16 ટકા લોકોએ કહ્યું કે, તેમણે વોટ્સઅપનો ઉપયોગ ઓછો કરતાં બીજી એપ્સનો સક્રિય રીતે ઉપયોગ શરૂ કર્યો છે.
34 ટકા યૂઝર્સે બીજી એપ ડાઉનલોડ કરી
જ્યારે આ સર્વેમાં 34 ટકા યૂઝર્સ એવા પણ હતા જેમણે કહ્યું કે, તેમણે બીજી એપ ડાઉનલોડ કરી છે જોકે તે સક્રિય રીતે હાલમાં તેનો ઉપયોગ નથી કરી રહ્યા અને હાલમાં તો વોટ્સઅપનો જ ઉપયોગ કરે છે. બીજી બાજુ 15 ટકા યૂઝર્સે કહ્યું કે તેઓ હાલમાં પણ વોટ્સઅપનો ઉપયોગ કરે છે અને છ ટકા લોકોએ કહ્યું કે, તેમણે તેનો ઉપયોગ ઓછો કર્યો છે પરંતુ તેમણે બીજી એપ ડાઉનલોડ નથી કરી. વોટ્સઅપના 18 ટકા યૂઝર્સે કહ્યું કે, તેઓ પહેલાની જેમ જ વોટ્સઅપનો ઉપયોગ ચાલુ રાકશે, જ્યારે છ ટકા યૂઝર્સે કહ્યું કે, તે આ મામલે કંઈ કહેવા નથી માગતા.