નવી દિલ્હીઃ ભારત સહિત વિશ્વમાં કોરોના મહામારીનો સામનો કરવા માટે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. ભારત એવો દેશ છે જ્યાં રસીનું નિર્માણ પણ થઈ રહ્યું છે. ભારતનું લક્ષ્ય પોતાના નાગરિકોને રસી આપવાની સાથે સાથે અન્ય દેશમાં રસી પહોંચડાવનું પણ છે. જોકે આ બધાની વચ્ચે કેટલાક આંકડા સામે આવ્યા છે જેમાં જાણવા મળે છે ક્યો દેશ કોરોનાને નાથવામાં કેટલો સફળ રહ્યો છે.


કોરોના મહામારીનો સામનો કરનારા 98 દેશોની ઓસ્ટ્રેલિયન થિંક ટેક લોવી ઈંસ્ટીટ્યૂટની રેંકિંગમાં ભારતમાં 86માં ક્રમ પર રાખામાં આવ્યું છે. જ્યારે સૌથી સારા પ્રદર્સન સાથે ન્યૂઝીલેન્ડ ટોપ પર છે. ત્યાર બાદ વિયતનામ, તાઈવાન, થાઈલેન્ડ અને સાઈપ્રસનું સ્થાન રહ્યું છે. આ યાદીમાં અમેરિકા 94માં ક્રમ પર છે જ્યારે યૂકે 66માં ક્રમ પર છે.

બીજી બાજુ આ યાદીમાં ચીનને સામેલ કરવામાં આવ્યું નથી. જાહેર આંકડા ઉપલબ્ધ ન હોવાને કારણે ચીનને આ યાદીમાંથી બહાર રાખવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ચીનમાં જ સૌથી પહેલા ડિસેમ્બર 2019માં કોરોનાનો પ્રથમ કેસ સામે આવ્યો હતો.

કોરોનાને નાથવામાં સફળ રહ્યા હોય તેવા ટોચના 10 દેશમાં થાઈલેંડ, સાઈપ્રસ, રવાંડા, આઈસલેન્ડ, ઓસ્ટ્રેલિયા, લાતવિયા અને શ્રીલંકાનો સમાવેશ થાય છે.

આ યાદીમાં ઓછા રિપોર્ટવાળા કેસ અને પ્રતિ વ્યક્તિવાળા કેસ, બંન્ને જ મોતના આંકડાં સામેલ છે. કુલ 96 દેશોમાં લગભગ 36 સપ્તાહનું મુલ્યાંકન કરવામાં આવ્યું છે.

સંયુક્ત રાજ્ય અમેરીકા 2.5 કરોડથી વધારે કંન્ફર્મ કેસો સાથે 94માં સ્થાને છે જ્યારે ભારત 1.1 કરોડથી વધારે કેસો સાથે 86માં સ્થાને છે. બ્રિટન, યુરોપમાં સૌથી વધારે મોત સાથે 66માં સ્થાને છે.

લોવી ઈંસ્ટિટ્યૂટે પોતાના વિશ્લેષણમાં એ પણ ઉલ્લેખ કર્યો છે કે કોરોનાને નાથવામાં એશિયા-પેસિફિકના દેશો યુરોપ અને અમેરિકાની સરખામણીએ વધારે સફળ સાબિ થયાં છે.