WhatsApp Update:  તમે બધાએ એક યા બીજા સમયે સ્ક્રીન શેર સુવિધાનો ઉપયોગ કર્યો જ હશે. જો તમે તે ન કર્યું હોય તો પણ તમે ટીવી અથવા લેપટોપ પર તમારા મોબાઇલ ફોનની સ્ક્રીન શેર કરીને એકવાર આ સુવિધાનો અનુભવ કરી શકો છો. સ્ક્રીન શેર ફીચરની મદદથી આપણે વસ્તુઓને મોટી સ્ક્રીન પર અથવા અન્ય લોકો સાથે શેર કરી શકો છો. ખાસ કરીને આ ફીચરનો ઓનલાઈન મીટિંગમાં ઘણો ઉપયોગ થાય છે. હવે Meta WhatsApp પર પણ આ ફીચર આપવા જઈ રહ્યું છે. હાલમાં તેના પર કામ ચાલી રહ્યું છે અને હાલમાં તે કેટલાક બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ છે.






વોટ્સએપના ડેવલપમેન્ટ પર નજર રાખતી વેબસાઈટ Wabetainfo અનુસાર, કંપની એક સ્ક્રીન શેર ફીચર પર કામ કરી રહી છે જે યુઝર્સને વીડિયો કૉલ દરમિયાન નીચે નેવિગેશન બારમાં મળશે. આ ફીચરની મદદથી યુઝર્સ પોતાની વોટ્સએપ સ્ક્રીનને અન્ય લોકો સાથે શેર કરી શકશે. આ ફીચર ગ્રુપ કોલ અને ઓડિયો કોલ માટે પણ ઉપલબ્ધ હશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી. આ ફીચર હાલમાં WhatsApp બીટા 2.23.11.19માં ઉપલબ્ધ છે. આવનારા સમયમાં કંપની તેને તમામ માટે રોલઆઉટ કરી શકે છે.


Twitter-Insta જેવું ફીચર ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે


 WhatsApp પર ટૂંક સમયમાં વધુ એક અદભૂત ફીચર આવી રહ્યું છે. વાસ્તવમાં  કંપની એપ પર યુઝરનેમ ફીચર લાવવા જઈ રહી છે, જેના પછી તમે યુઝરનેમ દ્વારા નવા કોન્ટેક્ટ એડ કરી શકશો. એટલે કે તમારે વારંવાર મોબાઈલ નંબર આપવાની જરૂર નહીં પડે. આ સાથે વોટ્સએપ યુઝર્સની પ્રાઈવસી પહેલા કરતા વધુ સારી થઈ જશે. દરેક વ્યક્તિનું યુનિક યુઝરનેમ હશે જેમ કે ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર થઈ રહ્યું છે.


મેટા વોટ્સએપના સેટિંગ પેજમાં પણ કેટલાક ફેરફાર કરવા જઈ રહ્યું છે. કંપની પ્રાઇવેસી , એકાઉન્ટ અને કોન્ટેક્સ ઓપ્શન ટોચ પર શિફ્ટ કરવા જઈ રહી છે. આ સાથે WhatsApp મુખ્ય સ્ક્રીન પર સેટિંગ એક્સેસ કરવા માટે એક નવું ફીચર આપવા જઈ રહ્યું છે, જેના પછી એક ક્લિક પર યુઝર સેટિંગ પેજને સીધું એક્સેસ કરી શકશે. હાલમાં, એપમાં સેટિંગ પેજ પર જવા માટે મુખ્ય સ્ક્રીનમાં ઉપરની તરફ જમણી બાજુના ખૂણા પર ક્લિક કરવું પડશે અને સેટિંગ વિકલ્પ પસંદ કરવો પડે છે.