નવી દિલ્હી: WhatsAppએ હાલમાં જ બ્રાઝીલમાં પોતાની પેમેન્ટ સર્વિસ WhatsApp Pay લોન્ચ કરી હતી પરંતુ માત્ર દસ દિવસમાં જ તેના પર પ્રતિબંધ લાગી ગયો છે. હવે કંપની તેને જલ્દીજ ભારતમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે.
કંપનીનું કહેવું છે કે, બ્રાઝીલમાં WhatsApp Pay પર પ્રતિબંધ બાદ અમે તેને ભારતમાં લૉન્ચ કરવા માટે પ્રતિબદ્ધ છે. તેના માટે અમે છેલ્લા બે વર્ષથી કામ કરી રહ્યાં છે. કંપની અનુસાર ભારતમાં WhatsApp Pay જલ્દી જ લોન્ચ થશે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં 400 મિલિયનથી વધુ યૂઝર્સ સાથે WhatsAppનું સૌથી મોટુ બજાર છે.
બ્રાઝીલમાં આ કારણે લાગ્યો પ્રતિબંધ
પ્રાપ્ત જાણકારી અનુસાર, બ્રાઝીલમાં WhatsApp Payment પર પ્રતિબંધ લાગવા પાછળનું કારણ ત્યાંની સેન્ટ્ર બેન્કને તેના પર બેન લાગ્યો છે. સેન્ટ્રલ બેન્કે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, નાણાકીય ઓથોરિટિ વિશ્લેષણ વિના આ સર્વિસને ચાલુ કરવાથી કોમ્પિટિશન અને ડેટા પ્રાઈવેસીના ક્ષેત્રમાં પેમેન્ટ સિસ્ટમને મોટું નુકસાન થઈ શકે છે.