Tata AIA Life Insurance: દુનિયાભરમાં અત્યારે સૌથી વધુ વપરાતી કોઇ એપ હોય તો તે છે વૉટ્સએપ, આજકાલ વૉટ્સએપ દરેકના મોબાઇલ ફોનમાં જોવા મળે છે. આ એપ આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. આ મેસેજિંગ એપ દ્વારા પણ અમે ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકીએ છીએ. હવે દેશની એક વીમા કંપની તમને WhatsApp દ્વારા તેનું પ્રીમિયમ ભરવાનો ઓપ્શન પણ આપી રહી છે અને કંપનીનો દાવો છે કે આ તેના તરફથી સૌથી પહેલી સર્વિસ છે. ટાટા AIA લાઇફ ઇન્શ્યૉરન્સ ડિજિટલ પેમેન્ટ માટે નવી સુવિધાની જાહેરાત કરી છે, જેના દ્વારા કસ્ટમર્સ WhatsApp પર જ યૂનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા ચૂકવણી કરવાનો ઓપ્શન મળશે.


શું છે તેના ફાયદા - 
Tata AIA ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ તમામ એજ કેટેગરીના જૂથોને ખૂબ જ સરળતાથી ચૂકવણી કરવાની સુવિધા આપી રહ્યું છે. 


કસ્ટમર્સ કોઈપણ મુશ્કેલી વિના WhatsApp દ્વારા ડિજિટલ ચૂકવણી કરી શકે છે અને માત્ર Tata AIAના ઓફિશિયલ WhatsApp નંબર પર રસીદ અથવા સ્વીકૃતિની પુષ્ટિ પણ મેળવી શકે છે.


ચૂકવણી કેવી રીતે કરવી -


આ સુવિધાનો લાભ લેવા માટે કસ્ટમર્સે પોતાનું WhatsApp ઓપન કરવું પડશે અને તેના પર નંબર દ્વારા Tata AIA લાઇફ ઇન્શ્યૉરન્સ ચેટ શરૂ કરવી પડશે.


આગળનું સ્ટેપ્સ ભરવા માટે તમારે Tata AIA લાઇફ ઇન્શ્યોરન્સ ચેટ નંબર પર 'Hi' મોકલવો પડશે.


એ સૌથી મહત્વપૂર્ણ છે કે તમે જે નંબર પર Tata AII સાથે પૉલિસી રજિસ્ટર કરી છે, તે જ નંબર WhatsApp પર લિન્ક હોવો જોઈએ.


કેટલીય ભાષાઓમાં મળે છે સુવિધાઓ -


ટાટા એઆઈએ લાઈફ ઇન્શ્યૉરન્સ પોતાની પૉલિસીના નવીકરણ માટે વિવિધ ડિજિટલ પેમેન્ટ મૉડ ઓફર કરે છે. તેની સેવાઓનું એકીકરણ અંગ્રેજી, હિન્દી, તામિલ, ગુજરાતી અને બંગાળી જેવી 5 ભાષાઓમાં આપવામાં આવી રહી છે. 


ટાટા AIA આપી રહી છે ડિવિડન્ડ -


કંપની પોતાના પૉલિસીધારકોને 1100 કરોડ રૂપિયાથી વધુનું ડિવિડન્ડ આપી રહી છે, જે વર્ષ 2022 માટે 861 કરોડ રૂપિયાની સરખામણીએ સારી પ્રશંસા છે. ટાટા AIAની પૉલિસીનો ક્લેમ સેટલમેન્ટ રેશિયો પણ ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ પ્રમાણે સારો છે.


                                                       


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial