માર્ક ઝકરબર્ગે એક પોસ્ટ દ્વારા જણાવ્યું કે, બ્રાઝીલમાં ‘વ્હોટ્સએપ પે’ને લૉન્ચ કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, ‘ફેસબુક પે’ દ્વારા પેમેન્ટ કરવા ફેસબુક પર ફોટો, વીડિયો અપલોડ કરવા જેટલું સરળ રહેશે. તેના દ્વારા રુપિયાની લેવડદેવડ ખૂબજ સરળ અને સુરક્ષિત હશે.
ઝકરબર્ગે પોતાની પોસ્ટમાં કહ્યું કે, વ્હોટ્સએપ પેમેન્ટ લૉન્ચ કર્યા બાદ નાના વેપારીઓ સીધા વ્હોટ્સએપથી જ વેચાણ કરી શકશે. તેમના પ્રમાણે વ્હોટ્સએપ પેમેન્ટ દ્વારા ફેસબુક પે બનાવવાાં આવી રહ્યું છે. જે ફેસબુકના તમામ એપ્સમાં સિક્યોર પેમેન્ટનું ઓપ્શન આપશે.