WhatsApp: WhatsApp એ વિશ્વની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં આ એપની લોકપ્રિયતા ઘણી વધારે છે અને તે સતત વધી રહી છે. તેનું મુખ્ય કારણ વોટ્સએપ દ્વારા તેની એપમાં કરવામાં આવતા સતત ફેરફારો છે. વોટ્સએપ તેના યુઝર્સને આ એપ તરફ આકર્ષિત રાખવા માટે હંમેશા નવા અપડેટ્સ અથવા ફીચર્સ રજૂ કરતું રહે છે. આ વખતે પણ વોટ્સએપે કંઈક આવું જ કર્યું છે.
WhatsAppએ નવી ડિઝાઇન રજૂ કરી
વાસ્તવમાં, વોટ્સએપે તેના એપ ઈન્ટરફેસ માટે એક નવી ડિઝાઇન રજૂ કરી છે. આ નવી ડિઝાઈન જોયા પછી તમને લાગશે કે વોટ્સએપનો લુક ઘણો બદલાઈ ગયો છે.
વોટ્સએપ વિશે તમામ નવા અને લેટેસ્ટ અપડેટ્સની માહિતી આપનાર પ્લેટફોર્મ Wabetainfo એ આ માહિતી આપી છે. જે મુજબ WhatsAppની નવી ડિઝાઇનમાં ઓછા રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ડેવલપર્સ સરળ રંગોમાં મોડર્ન લૂક આપ્યો છે જે યુઝર્સને એક સરળ અને સુગમ અનુભવ આપશે
વોટ્સએપની નવી ડિઝાઇનની ખાસ વિશેષતાઓ
- કલરલેસ ડિઝાઇન: આ નવી ડિઝાઇનમાં કંપનીએ ખૂબ ઓછા રંગોનો ઉપયોગ કર્યો છે, જેથી લોકો પહેલા કરતા વધુ સ્વચ્છ અને ક્લિયર ઇન્ટરફેસ જોઈ શકે. વોટ્સએપે લોકોને અનુકૂળ થવા માટે લીલા રંગનો ઉપયોગ કર્યો છે, જે એપના નામ, ફ્લોટિંગ ટેક્સ્ટ બટનો અને આઇકોન્સ પૂરતો મર્યાદિત છે.
- ડાર્ક મોડમાં સુધારો: વોટ્સએપે તેના ડાર્ક મોડ ફીચરમાં પણ સુધારો કર્યો છે. ડાર્ક મોડને હવે વધુ AMOLED ફ્રેન્ડલી બનાવવામાં આવ્યો છે, જેના કારણે તે પહેલા કરતા ડાર્ક થઈ ગયો છે અને તેના કારણે હવે યુઝર્સને કન્ટેન્ટ વાંચવામાં પહેલા કરતા વધુ સરળ લાગે છે અને તેનો અનુભવ પણ સારો છે.
- નવા આઇકોન અને એનિમેશનઃ વોટ્સએપમાં આ નવી ડિઝાઇન અને અપડેટ સાથે નવા આઇકન અને એનિમેશન પણ ઉમેરવામાં આવ્યા છે, જે આ એપને નવો, તાજો અને આધુનિક લુક આપે છે.
- નેવિગેશન બારનું ટ્રાન્સફર: હવે એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપમાં હવે નેવિગેશન બારને ઉપરથી નીચે શિફ્ટ કરવામાં આવ્યો છે, જેનાથી યુઝર્સને તેમની આંગળીના ટેરવે તમામ ટેબ સુધી પહોંચવામાં સરળતા રહેશે.
- એટેચમેન્ટ ટ્રેમાં વિસ્તાર: iOS યુઝર્સ માટે વોટ્સએપમાં અટેચમેન્ટ લેઆઉટમાં એક નવી એક્સપાન્ડેબલ ટ્રે ઉમેરવામાં આવી છે, જેના દ્વારા લોકો માટે ફોટો, વીડિયો, ઑડિયો વગેરે મોકલવાનું સરળ બન્યું છે.
નવી ડિઝાઇનથી યુઝર્સને કેવી રીતે ફાયદો થશે?
આ નવી ડિઝાઇન સાથે યુઝર્સને કેટલાક વિશેષ લાભો મળશે જે તેમને પહેલા મળતા નહોતા
આરામદાયક ઉપયોગઃ આ નવી ડિઝાઈન દ્વારા યુઝર્સ પહેલા કરતા વધુ આરામથી વોટ્સએપનો ઉપયોગ કરી શકશે.
મોર્ડન લુકઃ વોટ્સએપમાં નવા આઇકોન્સ અને એનિમેશન્સે તેને એકદમ આધુનિક લુક આપ્યો છે, જે યુઝર્સ માટે એક નવો અનુભવ હશે.
બેટર ડાર્ક મોડ: બેટર ડાર્ક મોડ યુઝર્સની આંખો પર ઓછો તાણ લાવશે અને તેમના માટે WhatsApp પર કન્ટેન્ટ જોવાનું સરળ બનાવશે.
સરળ નેવિગેશન: નવી ડિઝાઇન અપડેટ સાથે WhatsAppએ નેવિગેશન બારને ઉપરને બદલે નીચે ખસેડ્યો છે. આના કારણે યુઝર્સ એક હાથથી ફોનનો ઉપયોગ કરતી વખતે કોઈપણ વિકલ્પ પર ક્લિક કરી શકશે, જ્યારે પહેલા ઘણા યુઝર્સને નેવિગેશન બાર ઓપ્શન પર ક્લિક કરવા માટે બે હાથનો ઉપયોગ કરવો પડતો હતો.